આજકાલ સોશિયલ મિડિયામાં ફેક-ન્યુઝની ભરમાર હોય છે. પરંતુ એમાંય બે જાતના ફેક-ન્યુઝ હોય છે ! જોઈ લો… નમૂના…
***
ડાઉટફૂલ ફેક-ન્યૂઝ
બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ચર્ચિલના દીકરાએ કહ્યું છે કે, ‘હા, વાત સાચી જ છે, મારા પપ્પાએ ભારતને આઝાદી ભીખમાં જ આપી હતી !’
માનવાનું મન થાય એવા ફેક-ન્યુઝ
કંગના રાણાવત જ્યારે સ્કુલમાં હતી ત્યારે ઇતિહાસની પરીક્ષામાં વારંવાર નાપાસ થતી હતી પરંતુ ગપ્પા મારવાની સ્પર્ધામાં હંમેશા પહેલો નંબર લાવતી હતી.
***
ડાઉટફૂલ ફેક-ન્યુઝ
સેમિ ફાઇનલમાં અણીના સમયે કેચ છોડનાર પાકિસ્તાની ક્રિકેટર હસન અલીને જે બે લાફા મારી આવે તેને પાકિસ્તાનમાં બે લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે !
માનવાનું મન થાય તેવા ફેક-ન્યુઝ
પોતાની ઇમેજ સુધારવા માટે નવજોત સિંહ સિધ્ધુ હવે પાકિસ્તાન જઇને હસન અલીને બાથ ભીડીને ભેટવાના છે !
***
ડાઉટફૂલ ફેક-ન્યુઝ
આર્યન ખાન હવે સુધરી ગયો છે અને સવાર સાંજ, દિવસ-રાત બસ ધાર્મિક પુસ્તકો જ વાંચવા લાગ્યો છે !
માનવાનું મન થાય એવા ફેક-ન્યુઝ
આર્યન ખાન કહે છે કે મારી પહેલી ફિલ્મમાં હું NCBના જાંબાજ ઓફિસરનો જ રોલ કરવા માંગું છું !
***
ડાઉટફૂલ ફેક-ન્યુઝ
મોદી સાહેબ જ્યારે આંતરરાષ્ટ્રિય નેતાઓને ભેટે છે ત્યારે એ નેતાઓના શરીરમાં ખાસ પ્રકારની વીજળીનો સંચાર થાય છે !
માનવા ગમે એવા ફેક-ન્યુઝ
જો 2024ની ચૂંટણી ભાજપ સંપૂર્ણ બહુમતીથી જીતી જશે તો મોદી સાહેબ ભાજપના સૌ કાર્યકરોને જાતે ભેટશે !
(એડવાન્સ બુકિંગ માટે ટુંક સમયમાં ઓનલાઇન એપ લોન્ચ કરવામાં આવશે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment