ઇંગ્લેન્ડ – ઇટાલીની ફાઇનલ મેચ પત્યા પછી બન્ને દેશોમાં ટોળેટોળાંએ જે ધમાલ મચાવી તેના વિડીયો જોયા પછી અમુક લોકોને થતું હશે કે ‘કાગડા બધે જ કાળા !’ પણ ના, એવું નથી…
***
એ લોકો બિયર પીને મારામારી કરે, તોફાન મચાવે, રસ્તા ઉપર ગંદકી કરી મુકે…
તો એ એમની ‘કલ્ચરલ ટ્રેડિશન’ કહેવાય !
***
આપણા લોકો નશો કરીને ધાંધલ ધમાલ કરે…
તો એ ‘જંગલી તોફાનીઓ’ કહેવાય !
***
એ લોકો બીજી ભાષાના શબ્દોના ખોટા ઉચ્ચાર કરે…
તો એ બધા ‘હાઈ-ફાઈ એજ્યુકેટેડ’ લોકો કહેવાય !
***
અને આપણાવાળા અંગ્રેજી, ફ્રેન્ચ કે ઇટાલિયન શબ્દોના ઉચ્ચાર સરખી રીતે ના કરી શકે તો ‘અભણ-ગમાર’ અને ‘દેશી’ કહેવાય !
***
એ લોકો રાજકીય દેખાવો વખતે દુકાનો, મોલ વગેરેમાં લૂંટફાટ મચાવે…
તો એમના ‘હક્કની લડાઈ’ કહેવાય !
***
આપણાવાળા માત્ર પથ્થરમારો કરીને તોડફોડ કરે તોય..
‘અનસિવિલાઇઝ્ડ’ (અસભ્ય) પ્રજા કહેવાય !
***
એ લોકો કોઈ ઇન્ટરનેશનલ મ્યુઝિક ફેસ્ટિવલ માટે લાખોની સંખ્યામાં ઉમટી પડે, જ્યાં મન પડે ત્યાં તંબૂ તાણીને રહે, ચિલમ અને પાવડર વડે નશો કરે…
તો એ બધા ‘મ્યુઝિક લવર્સ’ કહેવાય !
***
અને આપણે ત્યાં કુંભમેળામાં જો લાખો લોકો ભેગા થાય, સરકારી તંબૂઓમાં રહે, નાગા બાવાનાં દર્શન કરે, નદીમાં ડૂબકી મારીને ન્હાય અને ભગવાનનાં ભજન કરે…
તો ‘રિલિજિયસ મોરોન’ (ધાર્મિક બોઘા) કહેવાય !
***
ટુંકમાં એ લોકો કરે એ ‘લીલા’ કહેવાય અને આપણે કરીએ તો ‘ધતિંગ’ કહેવાય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment