જુઓ, સરકારે તો 45 વરસની ઉપરની ઉમરનાને હાકલ કરી જ દીધી છે કે…
‘ચલો બુલાવા આયા હૈ
વેક્સિનને બુલાયા હૈ !
જય વેક્સિન દી !’
નાગરિકો પણ હોશેહોંશે વેક્સિન લેવા માટે લાઇનો લગાડવા માંડ્યા છે ! (વો હસીન દર્દ દે દો, જિસે મૈં ગલે લગા લું…ની ધૂનમાં)
‘વેક્સિન મુઝે વો દે દો
તાકિ સેલ્ફી મૈં બના લું
ફેસબુક પે ઉસ કો ડાલું
ઓર લાઇફ મૈં બઢા લું !’
આમાં અમુક લોકો પોતાને બહુ મજબૂત માનતા હતા એવા બહાદુરોનો પણ ભ્રમ ભાંગી ગયો છે. તેઓ નર્સને કહી રહ્યા છે…
‘તુમ સે ઓ હસીના કભી
ન વેક્સિન તો મૈં ને લેની થી
મગર બઢતે હુએ કેસ ને
મુઝે ધોકા દે દિયા !’
અમુક લોકોને નાછૂટકે વેક્સિન લેવી પડે છે. એ લોકો વારંવાર પૂછી રહ્યા છે..
‘ક્યા યહી સૂઈ હૈ ?
ક્યા યહી ડોઝ હૈ ?
ક્યા બિન તેરે અબ કોઈ
ચારા નહીં, માસ્ક ભી
હટતા નહીં…
ક્યા યહી ચારા હૈ ?
હાં હાં… હાં યહી ચારા હૈ !’
હજી અમુક એવા બીકણ લોકો છે જે 2019ને યાદ કરતા જાય છે અને વેક્સિનથી ડરતા પણ જાય છે.. (‘ચલતી કા નામ ગાડી’ના ગાયનની ધૂન)
‘હમ થે વો થે
ઔર ટ્વેન્ટી-નાઇન્ટીન !
સમજ ગયે ના…
જાતે થે હમ ટ્વેન્ટી મેં
ઔર મિલ ગયા હમ કો ચીન !
યાને… યાને… યાને…
કોરાના આ ગયા !
મુન્નુ, રેપિડ હુઆ
અબ, વેક્સિન મેં ક્યા હોગા ?’
છેવટે તમામ સેલિબ્રિટી પણ ‘બેદર્દી બાલમા તુજ કો’ના તાલમાં ગુજરાતી ગાયન ગાઈ રહ્યા છે…
‘વેક્સિનો આલવા તુજને
કેટલા સંતાપ કરવાના ?
કરે કાલાવાલા તુજને
બચ્ચન અક્ષય ને કરીના !’
(હવે તો લઇ લ્યો બાપલ્યા?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment