હજી ભારતમાં કોરોનાની રસી શોધાઈ નથી ત્યાં તો તેના પરીક્ષણથી આડઅસર થયાનો દાવો કરીને કોઈએ 50 કરોડ માંગ્યા છે ! સામે કંપનીએ બદનક્ષીનો દાવો માંડીને 100 કરોડ માંગ્યા છે !
… આ તો હજી શરૂઆત છે. ભવિષ્યમાં તો કેવા કેવા સમાચારો આવતા હશે !
***
એક સમાચાર તો અચૂક આવશે કે..
જાણીતા લઘુમતી નેતાએ આક્ષેપ કર્યો છે કે આ વેક્સિન વડે સરકાર લઘુમતી પ્રજાને મારી નાંખવાનું કાવતરું ઘડી રહી છે.
***
એ સિવાય પણ અનોખા સમાચારોની લાઈન લાગી હશે...
તેજસ્વી યાદવની આગેવાની હેઠળ નીકળેલી ભવ્ય રેલીમાં માગણી ઊઠી : ‘સૌથી પહેલાં તમામ બિહારીઓને વેક્સિન આપો, પછી જ દેશના બીજા લોકોને…’
***
બાબા ગપોડીદાસે કહ્યું છે કે વેક્સિનની કોઈ જરૂર નથી. મેં એવા મંત્રની શોધ કરી છે જેનો 11008 વખત જાપ કરવાથી કદી કોરોના નથી થતો…
***
ઝુમરી તલૈયાના ચિડીપાલ બુલબુલનાથ કહે છે કે ‘જો સરકાર મને 1 લાખ ચામાચિડીયાં અને 3 એકર જમીનની વ્યવસ્થા કરી આપે તો હું માત્ર દસ દિવસમાં એન્ટી કોરોના વેક્સિનના 150 કરોડ ડોઝ બનાવી શકું છું…’
***
સુરતની સિવિલ હોસ્પિટલમાં બિલકુલ અસલી લાગતી નકલી વેક્સિનનો જથ્થો પકડાયો… કેટલા લોકોને અસલી વેક્સિન અપાઈ ચૂકી છે અને કેટલાને નકલી અપાઈ છે તેની તપાસ CBIને સોંપવા માટે ઉઠેલી માંગ…
***
દરમ્યાનમાં એક મેન્ટલ હોસ્પિટલના 50 ટકા દરદીઓ વેક્સિન લીધા પછી ડાહ્યા થઈ ગયા હોવાની ખબર આવી છે..
***
રાજકોટમાં જ્યાં વેક્સિનનો સ્ટોક રાખવામાં આવે છે તે કોલ્ડ-સ્ટોરેજમાં શોર્ટ-સર્કિટથી લાગેલી આગ…
વેક્સિનની વરાળ શ્વાસમાં જવાથી 57 વ્યક્તિઓમાં દેખાયાં પાગલપણાનાં લક્ષણો…
મેન્ટલ હોસ્પિટલના બેડ થયા ફૂલ…
દરદીઓએ મચાવી તોડફોડ…
ચાર ડોક્ટરોને લાગ્યો ગાંડપણનો ચેપ, કર્યો કોરોનાની કોલર-ટ્યૂન ઉપર ડાન્સ…
***
વધુ સમાચારો માટે બન્યા રહો આ જ ચેનલ પર..
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment