સેકન્ડ વેવનાં અર્ધ-સત્યો !

કોરોના ગયો કે પાછો આવ્યો ? સરકારી આંકડા અગાઉ ખોટા હતા કે હવે સાચા છે ? હોસ્પિટલો ફૂલ છે કે માત્ર દેખાવ ખાતર ‘હાઉસફૂલ’નાં પાટિયાં લગાડ્યાં છે ?


કોરોના વાયરસના આ સેકન્ડ વેવમાં અમુક વાક્યો અર્ધ-સત્યો જેવાં લાગી રહ્યાં છે….

***

રાજકીય નેતાઓ અને કાર્યકરો વડે કોરોના ફેલાતો જ નથી. કોરોના તો રાતના ૯ વાગ્યા પછી બહાર નીકળનારા સામાન્ય લોકો વડે ફેલાય છે.

***

નાની ઉંમરનાં બાળકોને કોરોના થતો નથી એટલે જ હજી સુધી રાહુલ ગાંધી સલામત છે.

***

ભલે ફટાકડા અને દારૂખાનાના ધૂમાડાથી અમુક જંતુઓ મરી જતાં હોય પરંતુ આ વરસે માત્ર 40 ટકા ફટાકડા જ વેચાયા છે એટલે કોરોનાના જંતુઓ પણ જીવતા રહી ગયા છે.

***

જ્યારે જ્યારે સુપ્રિમકોર્ટ રાજ્ય સરકારોને ખખડાવે છે ત્યારે રાજ્ય સરકારો ખરેખર ખખડી જાય છે.

***

જાહેરમાં માસ્ક ના પહેરવાથી કોરોના થતો જ નથી, માત્ર 1000 રૂપિયાનો દંડ થાય છે.

***

ડોક્ટરો પહેલાં કરતાં કોરોનાથી સાવ ઓછા ડરી રહ્યા છે કેમ કે પહેલાં જે ખાનગી હોસ્પિટલો સાવ બંધ હતી એ જ હોસ્પિટલોમાં કોરોના પેશન્ટોને VIP રૂમો આપવામાં આવે છે.

***

આજે 50 ટકાથી વધુ લોકો ઘરેબેઠાં વર્ક ફ્રોમ હોમ કરે છે છતાં એમના કોઈ બિઝનેસને ‘ગૃહઉદ્યોગ’ ગણીને કોઈ રાહત અપાતી નથી.

***

છાપાંઓથી કદી કોરોના ફેલાતો નથી એવા અહેવાલો ફક્ત છાપામાં જ આવે છે પણ સોશિયલ મિડિયામાં આવતી સલાહોથી કોરોના મટતો નથી એવા અહેવાલ સોશિયલ મિડિયામાં હજી આવતા નથી ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments