કોરોના કાળના વધુ દુહા..

મોદી સાહેબે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રજાને શીખામણ આપવા માટે બે દૂહા પણ ટાંક્યા. જેમાં એક દૂહો ખેડૂતોની ફસલ વિશે હતો પણ ખેડૂત બિલ વિશે નહોતો !


ખેર, દેશમાં હાલત એવી છે કે ‘સાહેબની શીખામણ ટીવી સુધી’… એટલે જ નવા નવા દૂહા પ્રજાની દૂહાઈ તરીકે પ્રગટે છે !

***

મોદીજી તો કહત રહિ

સુનત રહી જનતાય

છોટે નેતા જાનત હૈં

સીખ તો ટીવી મેં સુહાય !

***

દૂરી રખ રખ જગ મૂઆ

કોરોના સે બચા ન કોય

ઢાઈ મીટર કી દૂરી કો

તોડે સો નેતા હોય !

***

પરજા બૈરન ભઈ ચલી

ડિન્સ્ટન્સ બઢાતી જાય

નેતા ગણ સંતન ભયે

દૂરી મિટાતે જાય !

***

કોરોના કી ચાલ સે

કઇસન કલિયુગ આય હૈ

નેતા હટાય દઈન મુખૌટે

પરજા પહનતી જાય !

***

મહેનત કરિ કરિ થક ગયે

પુલીસ, નર્સ, તબીબ

નેતાજી સરકસ કરે

...અપના અપના નસીબ !

***

મોદીજી ને આન કે

ઓનલાઈન દીની પઢાઈ

સ્ટુડન્ટવાને આધી ડેટા

કમેન્ટસવા મેં ગંવાઈ !

***

રિયા દિપિકા શ્રધ્ધા કે બાદ

મોદીજી કઇસન ભાવે ?

ટીઆરપી તો ગિની નહીં

ડિસ-લાઈક બઢ જાઈ !

***

મન્નુજી મત મુસકાઈયે

સુનકર બાતેં શાણી

મુરખ કો લાગે દુનિયા સયાની

સયાને કો લગી દિવાની !

***

- મન્નુ શેખચલ્લી

Comments