કહે છે કે નવી શિક્ષણનિતીમાં એક એવી વાત છે કે ગણિતમાં હવે લાખ, કરોડ, અબજને બદલે મિલિયન, બિલિયન, ટ્રિલિયન વગેરે જ રહેશે…
જો ખરેખર આમ થાય તો ?
***
મારો દિકરી લાખોમાં એક છે એમ કહેવાને બદલે ‘100Kમાં એક છે’ એવું કહેવું પડશે.
***
‘આપણી આ લાખેણી ધરતી’ ને બદલે ‘આપણી આ હંડ્રેડ કેણી ધરતી’… એવું કહેવું પડશે.
***
‘લખ ચોર્યાસીનો ફેરો’ હવે ‘100K ચોર્યાસીનો ફેરો’ બની જશે.
***
ફિલ્મોમાં ‘ભગવાન તેરા લાખ લાખ શુકર હૈ’ એવું કહેવાને બદલે ‘તેરા હંડ્રેડ કે, હંડ્રેડ કે શુકર હૈ…’ એવું કહેવાનું રહેશે.
***
‘લાખો હૈં યહાં દિલવાલે’ ગાયનનું રિ-મિક્સ આ રીતે થશે “હંડ્રેડ કે હૈ યહાં દિલવાલે…”
***
“કૌન બનેગા કરોડપતિ”નું નામ બદલીને “કૌન બનેગા દસ મિલિયનપતિ” કરવું પડશે.
***
ભારતમાં જે 33 કરોડ દેવતાઓ છે તેની ગણત્રી હવે ‘330 મિલિયન દેવતાઓ’ તરીકે થશે ?
***
લોચો એ થશે કે ‘કરોડીમલ’નું નામ બદલીને શું કરશો, “100 મિલિયન-મલ ?”
***
મોદી સાહેબે ખાસ ધ્યાન રાખવું પડશે. ‘મેરે પ્યારે 130 કરોડ દેશવાસીઓં…’ને બદલે હવે ‘મેરે પ્યારે વન પોઈન્ટ થ્રી બિલિયન દેશવાસીઓં…’ કહેવું પડશે ? યાર, કેવું લાગશે ?
***
- અને અક્ષય, આમિર તથા સલમાનની ફિલ્મો માત્ર 1 બિલિયન, 2 બિલિયન કે 3 બિલિયનોમાં જ વકરો કરશે ? ના મઝા પડે યાર.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment