આજે પત્નીઓ પાસે RTI છે. (રાઈટ ટુ ઈન્ફરમેશન) પરંતુ પતિઓ પાસે માત્ર DTI છે. (ડ્યૂટી ટુ ઈન્ફર્મેશન). જુઓ...
***
પત્નીઓનો રાઈટ ટુ ઈન્ફર્મેશન
- તમે ક્યાં ગયા હતા ?
- આટલું મોડું કેમ થયું ?
- એવું તે વળી શું ઓફિસનું કામ હતું ?
- તમારા શર્ટ ઉપર આ ડાઘો શાનો છે ?
- રાત્રે મોડે મોડે ફોનમાં કોના મેસેજો આવે છે ?
- ફેસબુકમાં પેલી રૂપાળા મોંવાળી કોણ છે ?
- તમારો ફોન મને જોવા દો.
- તમારો પગાર કેમ વધતો નથી ?
- તમને પ્રમોશન કેમ નથી મળતું ?
- મારી બહેનપણી જોડે શું વાત કરતા હતા ?
- સવારે તો પાકિટમાં 1500 રૂપિયા હતા, અત્યારે ફક્ત 1000 કેમ છે ? 500 રૂપિયા ક્યાં ગયા ?
- સાચું બોલજો, તમે મારાથી શું છુપાવો છો ?
- હું કેવી લાગું છું ?
- હું સારી લાગું છું ને ?
- હું ખરેખર સારી લાગું છું ?
- સાચું બોલજો, હું કેવી લાગું છું ?
(છેલ્લા ચાર પ્રશ્નો RTI હેઠળ જ આવે છે પરંતુ તેના ‘સાચા’ જવાબો આપવા જરૂરી નથી. પરંતુ હા, ‘ગમતા’ જવાબો આપવા ફરજિયાત છે !)
***
પતિઓની ડ્યૂટી ટુ ઈન્ફર્મેશન
પતિઓએ અમુક બાબતોની જાણકારી ‘રાખવી’ અને પત્નીને ‘આપવી’.....
તે તેની ફરજ છે. દાખલા તરીકે...
- આપણી એનિવર્સરી કઈ તારીખે છે ?
- આ આપણી કેટલામી એનિવર્સરી છે ?
- મારી બર્થ-ડેટ શું છે ?
- મારાં પિયરનાં સગાંવહાલાંઓની બર્થ-ડેટો યાદ છે ?
- ગઈ એનિવર્સરીમાં આપણે ક્યાં જમવા ગયા હતા ?
- મેરેજ વખતે મેં કેવા રંગની બુટ્ટીઓ પહેરી હતી ? વગેરે વગેરે...
***
પતિના રાઈટ ટુ ઈન્ફર્મેશનમાં એક જ સવાલ આવે છે :
“આજે ડીનરમાં શું બનાવ્યું છે ?”
જો ટાઈમસર ઈન્ફર્મેશન મળે તો એ હિસાબે બહારથી જ નાસ્તો કરીને આવવાની સમજ પડે છે.
બાકી, RTI ઝિન્દાબાદ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment