જુનાં નાટક... નવી નૌટંકી !


રાજકારણમાં તો બારે માસ નૌટંકી ચાલતી જ રહે છે. ફરક એટલો જ કે એમનાં નાટકોનાં કોઈ નામ નથી હોતાં.

બીજી તરફ, અમુક ગુજરાતી નાટકોનાં એવાં એવાં ક્લાસિક નામો છે જે કોઈપણ સમયની કોઈપણ રાજકીય નૌટંકી ઉપર બંધબેસતાં આવે છે ! જુઓ…

***

ટાળો ટાળો તોય ગોટાળો

કલાકારો : MNS બેન્કના હોદ્દેદારો અને સરકાર

***

અમે લઈ ગયા, તમે રહી ગયા

કલાકારો : હરિયાણાના ચીફ મિનિસ્ટર મનોહરલાલ ખટ્ટર, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દુષ્યંત ચૌટાલા તથા કોંગ્રેસના વિધાયકો.

***

મનસુખ માનતો નથી

કલાકાર : ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડનવીસ (મહારાષ્ટ્ર)

***

અમે બરફનાં પંખી

કલાકારો : સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

***

એકબીજાને ગમતા રહીએ

કલાકારો : નરેન્દ્ર મોદી અને અમિત શાહ

***

વાઈફ વાઈ-ફાઈ, સાસુ હાઈ-ફાઈ

કલાકારો : રોબર્ટ વડેરા, પ્રિયંકા વડેરા અને સોનિયા ગાંધી

***

પ્રીત, પીયુ ને પાનેતર

કલાકારો : બંગાળના સાંસદ નુસરત જહાં અને તેમના હિન્દુ પતિ

***

હું, બાવો ને મંગળદાસ

કલાકારો : અરવિંદ કેજરીવાલ અને તેમના જુજ સાથીઓ

***

સખણા રહેજો રાજ

કલાકારો : વિધાનસભામાં ચૂંટાયેલા કલંકિત ધારાસભ્યો

***

બંધ હોઠની વાત

કલાકારો : ઓમાર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ.

***

અભિનય સમ્રાટ

કલાકાર : … નામ લખવાની જરૂર ખરી ?

***

- મન્નુ શેખચલ્લી

Comments