એક તો
20,000નો પગાર હોય
એમાં ય
12,000નો હોમ-લોનનો
હપ્તો હોય
ઉપરથી…
છતના પોપડા ઉખડીને
થાળીમાં પડે !
આને કહેવાય,
લાઈફ ‘ઝંડ’ હો ગઈ !
***
એક તો
બાઈકમાં પંચર હોય
એમાં ય
પેટ્રોલનો કાંટો
રિઝર્વમાં હોય
ઉપરથી…
ગર્લફ્રેન્ડનો ફોન આવે,
તું મને લેવા આવે છે
કે પછી મુકલાની જોડે
જતી રહું ?
આને કહેવાય,
લાઈફ ‘ઝંડ’ હો ગઈ !
***
એક તો
માંડમાંડ કન્યા મળી હોય
એમાં ય
કુંડળી નકલી નીકળે
ઉપરથી…
કન્યાના ચાર બોયફ્રેન્ડો
ધમકી આપી જાય,
ખબરદાર, જો પરણવાની
‘ના’ પાડી છે તો !
આને કહેવાય,
લાઈફ ‘ઝંડ’ હો ગઈ !
***
એક તો
જાનૈયા પીધેલા હોય
એમાં ય
પોલીસની રેડ પડે
ઉપરથી…
આખો લગ્ન-મંડપ
એની મેળે ફસકી પડે !
આને કહેવાય,
લાઈફ ‘ઝંડ’ હો ગઈ !
***
એક તો
માથે ટાલ પડી હોય
એમાં ય
‘બાલા’ જોવા જાઓ
ઉપરથી..
અંધારામાં કોઈ
ટાલમાં ટપલી મારી જાય !
આને કહેવાય,
લાઈફ ‘ઝંડ’ હો ગઈ !
***
એક તો
કવિ મુશાયરામાં જાય
એમાં ય
શ્રોતાઓ વીફરેલા હોય
ઉપરથી…
ઘરે પાછા આવે
તો પત્ની કહે છે :
શાક શેનું કરું ?
સડેલાં ટામેટાં પણ
ના લાવ્યા ?
આને કહેવાય,
લાઈફ ‘ઝંડ’ હો ગઈ !
***
Please send your "zand" life imaginations !
ReplyDelete