એસીપી બોલ્યો, દયા...



ઈન્ટરવલ પહેલાં

ફિલ્મનો ‘ધી એન્ડ’

નથી આવતો...

વાહ વાહ.

ઈન્ટરવલ પહેલાં

ફિલ્મનો ‘ધી એન્ડ’

નથી આવતો...

એસીપી બોલ્યો,

દયા, તપાસ કર,

ન્યુઝ ચેનલોનો કકળાટ

કદી બંધ કેમ નથી થાતો ?

***

પવનમાં આખેઆખું

ઝાડ પણ હલે છે

મોંમાં દુઃખતા ઢીલા

દાંત પણ હલે છે...

વાહ વાહ.

પવનમાં આખેઆખું

ઝાડ પણ હલે છે

મોંમાં દુઃખતા ઢીલા

દાંત પણ હલે છે...

એસીપી બોલ્યો,

દયા, પૂછી તો જો

કેજરીવાલ વારંવાર

મોદીથી કેમ જલે છે ?

***

ડુંગળીના ભાવ વધે છે

ટામેટાનાં ભાવ

પણ વધે છે...

વાહ વાહ.

ડુંગળીના ભાવ વધે છે

ટામેટાનાં ભાવ

પણ વધે છે...

એસીપી બોલ્યો,

દયા, સમજાતું નથી

સની લિઓનનાં

કપડાં કેમ ઘટે છે ?

***

ઈતિહાસની ટેક્સ્ટ-બુકમાં

ઘણી લડાઈ આવે છે...

વાહ વાહ.

ઈતિહાસની ટેક્સ્ટ-બુકમાં

ઘણી લડાઈ આવે છે...

એસીપી બોલ્યો,

દયા, શોધી કાઢ

કડાઈ-પનીરની સબ્જીમાં

કડાઈ ક્યાંથી આવે છે ?

***

આડા અવળા લીટાને

‘ડૂડલ’ કહે છે

પોચી પોચી સેવને

‘નૂડલ’ કહે છે...

વાહ વાહ.

આડા અવળા લીટાને

‘ડૂડલ’ કહે છે

પોચી પોચી સેવને

‘નૂડલ’ કહે છે...

એસીપી બોલ્યો,

દયા, જરા સર્ચ કર,

લોકો અમથી અમથી વાતમાં

‘ગૂગલ’ કેમ કરે છે ?

***

કોઈ વાવાઝોડું

રેત લાવે છે

ને કોઈ વાવાઝોડું

ભેજ લાવે છે...

વાહ વાહ.

કોઈ વાવાઝોડું

રેત લાવે છે

ને કોઈ વાવાઝોડું

ભેજ લાવે છે...

એસીપી બોલ્યો,

દયા, હવે તો સાલું,

છોકરાઓ પણ

‘દહેજ’ લાવે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments