હેલ્મેટનો કાયદો કડક કરવાથી લોકોની ખોપરીઓ કદાચ નહીં ફૂટે પરંતુ કોઈક યુવક-યુવતીનાં દિલ તૂટી જશે એનું શું ?
- વાંચો એક બ્રેક-અપ સ્ટોરી !
***
“હવે હું કોઈ દિવસ પેલા બિરેન જોડે ક્યાંય જવાની નથી ! ઈટ ઈઝ ઓવર બિટ્વીન અસ !”
કોલેજની એક છોકરીએ મોં બગાડતાં આવું કહ્યું કે તરત જ એની ફ્રેન્ડે પૂછ્યું :
“કેમ, શું થયું ?”
“જોને, હું ગઈકાલે બસ-સ્ટોપ પર ઊભી હતી ત્યાં એ બાઈક ઉપર આવ્યો અને મને કહે છે કે તને લિફ્ટ આપું ?”
“ઓયે હોયે… પછી તેં શું કહ્યું ?”
“મેં કહ્યું, શ્યોર, પણ તું મને ક્યાં લઈ જઈશ ? કોલેજમા કે ગાર્ડનમાં ? તો ડોબાએ માથા ઉપરથી હેલ્મેટ ઉતાર્યું, ક્યાંય લગી માથું ખંજવાળ્યું પછી બાઈકને ગાર્ડન બાજુ વાળી !”
“વાઉ ! પછી ?”
“પછી આગળ જતાં એક રેડ સિગ્નલ આવ્યો. ત્યાં મેં એને પૂછ્યું, આર યુ શ્યોર ? બાકી, ડાબી સાઈડનો રસ્તો મલ્ટિપ્લેક્સ બાજુ જાય છે અને જમણી સાઈડનો રસ્તો એક મસ્ત રેસ્ટોરન્ટ બાજુ જાય છે….”
“તેં ખરેખર એવું કહ્યું… ? પછી ?”
“જવા દે ને યાર, એ ડોબાએ હેલ્મેટ ઉતારી ક્યાંય લગી માથું ખંજવાળ્યું… પછી બાઈકને રેસ્ટોરન્ટ બાજુ વાળી.”
“ડિસન્ટ છોકરો કહેવાય, નહીં ?”
“ના યાર, આગળ એક ટ્રાફિક સિગ્નલ આગળ બાઈક ઊભી રહી ત્યારે મેં જસ્ટ કીધું કે રેસ્ટોરન્ટમાં તો માંડ અડધો પોણો કલાક બેસવા મળશે પણ આપણી કોલેજની કેન્ટિનમાં તો બે કલાક વાતો થશે.”
“તો એણે શું કર્યું ?”
“એ નું એ જ યાર ! હેલ્મેટ ઉતારીને ક્યાંય લગી માથું ખંજવાળ્યું… પછી કીક મારીને મને કોલેજની રેસ્ટોરન્ટમાં લઈ આવ્યો ! બસ, એ જ ઘડીએ મેં નક્કી કર્યું કે એની જોડે બ્રેક-અપ કરવું જ પડશે !”
‘કેમ ? તને મોંઘી રેસ્ટોરન્ટમાં લઈ જવાને બદલે કોલેજની કેન્ટિનમાં લઈ આવ્યો એટલે ?’
“ના…! એ ડોબાના માથામાં ડેન્ડ્રફ (ખોડો)છે ! અને હેલ્મેટને લીધે તો વધતો જ જાય છે ! ”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment