ઇમરાન ખાનની ગદ્દારી !?


પાકિસ્તાનના એક બુઢ્ઢા કલ્લુમિયાં એમના મોબાઈલમાં એક ન્યુઝ વાંચતાની સાથે જ ધૂંવાપૂવાં થતા ઈમરાન ખાન પાસે પહોંચી ગયા.

“મિયાં ઈમરાન ખાન ! ક્યા આપ ઈતને બડે ગદ્દાર હો ?”

ઈમરાન ખાન ચોંકી ગયા “હું, અને ગદ્દાર ?”

“ઔર નહીં તો ક્યા ?” કલ્લુમિયાંએ ટેબલ ઉપર મુઠ્ઠી પછાડતાં કહ્યું “જનાબ, હમ તો સોચ ભી નહીં સકતે થે કિ આપ પાકિસ્તાન કે પ્રાઈમ મિનિસ્ટર હો કર ભી મુલ્ક કે સાથ ઈતની બડી ગદ્દારી કરોગે !”

“મેં કઈ ગદ્દારી કરી ?” ઈમરાન ખાનને હજી કંઈ સમજાતું નહોતું. “ભાઈ સાહબ, કરતારપુર કોરિડોર કે મામલે મેં હમ ને -”

“કરતારપુર કી બાત નહીં હૈ ! મુલ્ક કે સાથ ગદ્દારી કી બાત હૈ !”

“મૈં ને કોઈ ગદ્દારી નહીં કી.”

“જુઠ મત બોલિયે ઈમરાન મિયાં ! યે તો ઈન્ડિયા મેં 20 કરોડ પકડે ગયે તબ પતા ચલા, વરના આપ ને તો 2000 કરોડ ભેજ દિયે હોંગે !”

“2000 કરોડ રૂપિયા?” ઈમરાન ખાન ચોંકી ગયા. “મૈં ઈતને સારે રૂપયે ઈન્ડિયા કો ક્યું દૂંગા ?”

આ સાંભળીને કલ્લુ મિયાં તો એકદમ રડવા જેવા થઈ ગયા.

“જનાબ, યહાં પાકિસ્તાન મેં ઈન્સાન એક એક રૂપિયે કે લિયે મોહતાજ હો રહા હૈ... રોટી કે લિયે રૂપિયા નહીં... કપડે કે લિયે રૂપિયા નહીં... અમાં, ટમાટર ઈતને મહંગે હૈ કિ દેખને કે ભી પૈસે લગતે હૈં.... ઔર આપ ને ?”

કલ્લુમિયાં એ ડૂસકું ભરતાં કહ્યું “ઔર આપ ને હિન્દુસ્તાન કો ઈતને સારે રૂપિયે દે દિયે ?”

“અરે ભાઈ સાહબ, મૈં ને કબ દિયે? કૈસે દિયે ?”

“અચ્છા ? બડે ભોલે બનતે હો ? તો યે દેખો !”

કલ્લુમિયાંએ પોતાનો મોબાઈલ ઈમરાન ખાનની સામે ધરી દીધો. એમાં ભારતના કોઈ અખબારના હવાલાથી ન્યુઝ હતા કે “છેલ્લા 2 વરસમાં પાકિસ્તાનમાં છપાયેલી લગભગ 20 કરોડ રૂપિયાની નોટો ભારતમાંથી પકડાઈ છે.”

ઈમરાન ખાન સ્તબ્ધ થઈ ગયા. કલ્લુમિયાં હજી રડી રહ્યા હતા :

“મિયાં, અગર હિન્દુસ્તાન કી નોટેં છાપકર હિન્દુસ્તાન મેં બાંટ સકતે હો તો પાકિસ્તાન કી નોટેં છાપ કર પાકિસ્તાન મેં ક્યું નહીં બાટ સકતે થે ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments