મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રજાએ તો સરળ રીતે સરકાર રચાય એવું મતદાન કર્યું હતું પણ શિવસેના અઢી વરસની સત્તા માટે શતરંજના ઘોડાની માફક અઢી ડગલાંની ચાલ ચાલવા ગઈ એમાં બધું સખળ-ડખળ થઈ ગયું !
એમાંય NCP અને કોંગ્રેસે જે શતરંજ રમી એનાથી જુની કહેવતો પણ ચ્યુઈંગ-ગમની માફક ખેંચાઈ ગઈ છે ! જુઓ...
***
જુની કહેવત (શિવસેના) :
આસમાન સે ગિરે, ખજુર મેં અટકે
નવી કહેવત (શિવસેના) :
આસમાન સે ગિરે, ખજુર મેં અટકે, છપ્પર પે લટકે, ખિડકી મેં ખિસકે, સડક પે સરકે, ગટર મેં ગટકે ઔર બડે હુએ બદનામ...
***
જુની કહેવત (કોંગ્રેસ) :
તેલ જુઓ, તેલની ધાર જુઓ
નવી કહેવત (કોંગ્રેસ) :
તેલ જુઓ, તેલની ધાર જુઓ, તેલનો રંગ જુઓ, તેલની સુગંધ જુઓ, તેલની ચિકાશ જુઓ, તેલનો ડબ્બો જુઓ, તેલનું લેબલ જુઓ, તેલનો ભાવ જુઓ, તેલનું વજન જુઓ... અને પછી કહો કે... “નથી લેવું !”
***
જુની કહેવત (NCP) :
જીસ કે તડ મેં લાડુ, ઉસ કે તડ મેં હમ
નવી કહેવત (NCP) :
જીસ કે તડ મેં લાડુ, ઉસ કે તડ મેં હમ, હમારે તડ મેં ગુડ, ગુડ કે તડ મેં ઘી, ઘી કે તડ મેં મખ્ખન, મખ્ખન કે તડ મેં દૂધ, દૂધ કે તડ મેં પાની.. ઔર હમારા એક પાંવ દૂધ મેં, તો દૂસરા પાંવ પાની મેં !
***
જુની કહેવત (ભાજપ) :
ત્રણ સાંધે ત્યાં તેર તૂટે
નવી કહેવત (ભાજપ) :
ત્રણ સાંધે ત્યાં તેર તૂટે, તેર જોડો ત્યાં તેંત્રીસ ખૂટે,. તેંત્રીસ તાણો ત્યાં છપ્પન છૂટે, છપ્પન પકડો ત્યાં ચોપ્પન ચસકે, ચોપ્પન ચાંપો ત્યાં છેંતાલીસ છેટા પડે... છેવટે છણકો જ ભારે પડે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment