હિન્દી ટીવી-શો ગુજરાતીમાં ?!

અમુક હિન્દી ચેનલોવાળા વિચારી રહ્યા છે કે એમની હિન્દી ચેનલોના જે જાણીતા શો છે, એનું બારોબાર ગુજરાતીમાં ડબિંગ કરીને બતાડવા માંડીએ તો કેવું ?


જરા વિચારો, ખરેખર એવું થાય તો એ ગુજરાતી ટીવી-શોનાં નામો કેવાં હોય ?

***

કૌન બનેગા કરોડપતિ

કોણ થાશે પરચૂરણ પતિ ?

***

ઈન્ડિયન આઈડલ

ગુજરાતનો ગાતો ગગો

***

બિગ બોસ

બંગલે બેઠા મોટા ભા

***

લિટલ ચેમ્પ

નાનકડાં નચણિયાં

***

એમટીવી રોડીઝ

રોડ પર હાલી નીકળ્યા છે !

***

ઈન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ

ગુજ્જુભાઈઓ ગણત્રીબાજ છે !

***

વોઈસ ઓફ ઈન્ડિયા

ગુજરાતનો ગણગણાટ

***

ખતરોં કે ખિલાડી

જોખમ છે બાપલ્યા, જોખમ !

***

ડાન્સ ઈન્ડિયા ડાન્સ

ડાંડિયા... ગુજુભાઈ ડાંડિયા!

***

માસ્ટર શેફ

મોટા મહારાજનો તાવડો

***

ધ કપિલ શર્મા શો

કરસનકાકાના ઓટલે

***

સા રે ગા મા પા

ક ખ ગ ઘ અંગ...

***

નચ બલિયે...

હાલ, આડા પડીએ !

***

- મન્નુ શેખચલ્લી

Comments