દિલ ઐસા કિસીને
મેરા તોડા
બરબાદી કી તરફ
ઐસા મોડા..
(અહીં કવિને કોઈ ઓળખીતાએ પાસ આપવાની ના પાડી છે.)
***
દુનિયા મેં
કિતના ગમ હૈ
મેરા ગમ
કિતના કમ હૈ...
(અહીં કવિને પાસ વિના ટળવળતા લોકો દેખાઈ રહ્યા છે.)
***
અપની આઝાદી કો
હમ હરગિઝ
મિટા સકતે નહીં
સર કટા સકતે હૈં
લેકિન સર ઝૂકા
સકતે નહીં...
(અહીં કવિ ગરબાની કમ્પાઉન્ડ-વોલના બાકોરામાંથી ઘૂસવામાં નિષ્ફળ ગયા છે.)
***
યે દોસ્તી
હમ નહીં તોડેંગે
તોડેંગે દમ અગર
તેરા સાથ ના છોડેંગે
(અહીં કવિને કોઈ એકસ્ટ્રા પાસવાળો મળી ગયો છે.)
***
યે કૌન ચિત્રકાર હૈ
યે કૌન ચિત્રકાર
યે કિસ કવિ કી
કલ્પના કા ચમત્કાર હૈ
(અહીં કવિ ખાણીપીણીના સ્ટોલના પાટિયામાંથી જોડણીની ભૂલો શોધી રહ્યા છે !)
***
દુનિયા હસીનોં કા મેલા
મેલે મેં યે દિલ અકેલા
એક દોસ્ત ઢૂંઢતા હું
મૈં દોસ્તી કે લિયે...
(અહીં કવિ ગરબા માટે પાર્ટનર શોધી રહ્યા છે.)
***
ન બોલે તુમ
ન મૈંને કુછ કહા
મગર ન જાને
ઐસા ક્યું લગા..
(અહીં કવિએ કાન ફાડી નાંખે એવાં સ્પીકરો પાસે ઊભેલી કોઈ યુવતીને રિક્વેસ્ટ કરી છે.)
***
યહાં કોઈ નહીં
તેરા, મેરે સિવા
કહતી હૈ ઝૂમતી
ગાતી હવા... તુમ
સબ કો છોડકર
આ જાઓ.. આ જાઓ...
(અહીં કવિ લેડિઝ ટોઈલેટ પાસે પેલીની રાહ જોતા ઊભા છે.)
***
નૈન મિલાકર
ચૈન ચૂરાના
કિસ કા હૈ યે કામ
હમ સે પૂછો
હમ કો પતા હૈ
ઉસ જાલિમ કા નામ
(અહીં અંધારામાં કવિની સોનાની ચેન ચોરીને પેલી ભાગી ગઈ છે.)
***
જાગો... સોનેવાલો...
સુનો મેરી કહાની...
(અહીં કવિ ફૂટપાથ ઉપર સૂતેલા લોકોને પોતાનો ફ્લેશ-બેક
સંભળાવી રહ્યા છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment