જાની રાજકુમારની જાલિમ જોક્સ !


દિમાગમાં આઈસ-ક્યૂબની બકેટ લઈને ફરનારા વિલન અજીતની જોક્સ એક જમાનામાં બહુ મશહુર થઈ હતી. ખુદ અજીત એ જોક્સ લોકોને કહી સંભળાવતા હતા.

બીજી તરફ, કંઈક ઘમંડી અને કંઈક રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા અદાકાર રાજકુમારની પણ જોક્સ એક સમયે ફરતી હતી. આ જોક્સ સાચી હોય કે કાલ્પનિક, પરંતુ રાજકુમારની પર્સનાલિટીને બરોબર ફીટ થતી હતી. સાંભળો...

***

એક વાર રાજકુમાર એક ફાઈવ સ્ટાર હોટલની રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. જઈને વેઈટરને કહે છે :

“બરખુરદાર... યહાં પર ગરમ મેં ક્યા હૈ ?”

“ગરમ મેં તો સા’બ, ચાય હૈ... કોફી હૈ...”

“નહીં, ઉસ સે ગરમ મેં ક્યા હૈં?”

“ઉસ સે ગરમ તો સા’બ, સૂપ બન જાયેગા.”

“નહીં ઉસ સે ભી ગરમ ચીજ કૌન સી હૈ ?”

વેઈટર શાણો હતો. એણે કહ્યું “સબ સે ગરમ તો કોયલા હૈ !”

એક ક્ષણ પણ વિચાર્યા વિના રાજકુમારે ઓર્ડર આપી દીધો : “ઠીક હૈ, હમારે લિયે એક પ્લેટ જલતે હુએ કોયલે લે આઓ....”

આસપાસના ઘરાકો અચંબામાં પડી ગયા. રાજકુમાર સા’બ ગરમા ગરમ કોયલા ખાશે ?

થોડી જ વારમાં વેઈટર એક પ્લેટમાં સળગતા કોલસા લઈને આવી પહોંચ્યો.

રાજકુમારે સ્ટાઈલથી પોતાના કોટના ખિસ્સામાંથી જ એક સિગાર કાઢી, કોયલા વડે સિગારેટ સળગાવી, બિલ ચૂકવ્યું અને સિગારના ધૂમાડાની રીંગો ઉડાડતા ચાલતા થયા !

***

એક ફિલ્મી પાર્ટીમાં ઝિનત અમાન અને રાજકુમાર સામસામે મળી ગયા. ઝિનત એ વખતે ‘હરે રામા હરે ક્રિષ્ના’ હિટ જવાને લીધે મોટી સ્ટાર થઈ ગઈ હતી.

ઝિનત રાજકુમાર આગળ લળી-લળીને કુર્નિશ બજાવતાં કહેવા લાગી. “રાજ સા’બ, મેં આપ કી બહોત બડી ફેન હું ! ક્યા આપ કી અદા હૈ, ક્યા અદાયગી હૈ, ક્યા ડાયલોગ કહને કા અંદાજ હૈ...” વગેરે...

રાજકુમારે એક તૂચ્છ નજર વડે ઝિનતને માથાથી પગ નીચે જોઈ લીધા પછી કહ્યું.

“વૈસે આપ ભી બડી ખુબસુરત હૈં.”

“થેન્ક્યુ સર.” ઝિનત અમાન ખુશ થઈ ગઈ.

“આપ કા ચહેરા ભી સુંદર હૈ, આવાઝ ભી અચ્છી હૈ, ફિગર ભી લુભાવના હૈ ઔર આપ કી અદાએં ભી અચ્છી હૈં !”

“થેન્ક્યુ થેન્ક્યુ...” ઝિનત ગળગળી થઈ ગઈ. એ જ વખતે રાજકુમારે છેલ્લી કટ મારી દીધી :

“આપ ફિલ્મોં મેં ટ્રાય ક્યું નહીં કરતી ? કોઈ ન કોઈ છોટા-મોટા રોલ તો મિલ હી જાયેગા !”

***

સુપરહિટ નીવડેલી ‘જંજીર’ ફિલ્મ અમિતાભને ઓફર થઈ એ પહેલાં, કહે છે કે, રાજકુમારને પણ ઓફર કરવામાં આવી હતી.

જોકે આ કાલ્પનિક જોક એ પહેલાંની છે. એ સમયે અમિતાભ સાવ નવો-સવો હતો. ફિલ્મોમાં રોલ માટે જ્યાં ત્યાં ફાંફાં મારતો હતો. જાતજાતનાં પોઝમાં પોતાના ફોટા પડાવીને તે પ્રોડ્યુસરોની ઓફીસોનાં ચક્કર કાપતો હતો.

એવામાં એક પ્રોડ્યુસરની ઓફિસે રાજકુમાર મળી ગયા. એમણે ફોટા જોયા. રાજકુમાર ફોટા જોઈને કંઈ ખાસ ઈમ્પ્રેસ થયા નહિ. એથી અમિતાભ જરા નિરાશ હતો.

અમિતાભનો ઉદાસ ચહેરો જોઈને રાજકુમારે તેનો એક ફોટો કાઢીને કહ્યું : “ઈસ ફોટો મેં તુમ બડે શાનદાર નજર આ રહે હો.”

અમિતાભે નમ્રતાથી કહ્યું “જી સર, થેન્ક્યુ.”

“વો તો ઠીક હૈ બરખુરદાર, મગર યે બતાઓ, આપ કી પીઠ કે ઉપર યે કૌન બેઠા હૈ ?”

- હકીકતમાં, અમિતાભે ઊંટ ઉપર બેસીને એ ફોટો પડાવ્યો હતો !

***

- મન્નુ શેખચલ્લી

Comments