જમીન, જંગ અને આતંકવાદ .... કાશ્મીરમાં


વોટ્સ-એપ યુઝરોને ખાસ જણાવવાનું કે શરદ પવાર તથા વજુભાઈ વાળાએ જે ચંદ્ર ઉપર પ્લોટ લીધા હતા તે વેચીને કાશ્મીરમાં એનાથી મોટા દસ-દસ પ્લોટ બુક કરાવી લીધા છે !

***

કલમ 370 અને 35A રદ થવાથી, કહેવાય છે, કે કાશ્મીરમાં જમીનોના ભાવ ખૂબ વધી જવાના છે ! જરા વિચારો, આની અસર આતંકવાદ ઉપર કેવી કેવી પડશે ?

***

પાકિસ્તાનમાં બેઠેલો કોઈ આતંકવાદી સંગઠનનો આકા (બોસ) એના ચમચાને પૂછે છે :

“લા હૌલ વિલા કુવ્વત ! હમ ને કશ્મીર મેં જો ટેરરિઝમ કે લિયે પૈસા ભેજા થા ઉસ કા ક્યા હુઆ ? કોઈ ધમાકા ક્યું નહીં હો રહા ?”

ચમચો કહે છે : “આકા, વો પૈસે સે તો હમારે એજન્ટોં ને કશ્મીર મેં જમીનેં ખરીદ લી હૈં !”

***

આકાની ખોપડી હટી જાય છે. એ કહે છે :

“લા હૌલ વિલા કુવ્વત ! અબ એક કામ કરો... દૂબઈ મેં બૈઠે હમારે હવાલા એજન્ટ કો બોલો, કિ દો-ચાર કરોડ રૂપિયા કશ્મીર કે દૂસરે આતંકવાદીઓ કે ભેજ દો ! વહાં જંગ જારી રહની ચાહિયે...”

ચમચો કહે છે : “આકા, દૂબઈ કા એજન્ટ ખુદ સારા બિઝનેસ સમેટ કર કશ્મીર મેં પહુંચ ગયા હૈ ! વહાઁ પે જમીનેં ખરીદ રહા હૈ !”

***

“લા હૌલ વિલા કુવ્વત !” આકાની ખોપડી ફાટફાટ થઈ રહી છે. એ હુકમ કરે છે :

“કશ્મીર કે પથ્થરબાજ લડકોં કો પયગામ ભેજો કિ વહાં પથ્થરબાજી ચાલુ કર દે... જંગ જારી રહેગી !”

ચાર દિવસ પછી ચમચો આવીને કહે છે “આકા, જંગ ઠંડી હો ગઈ ! કોઈ પથ્થર નહી માર રહા.”

“ક્યું ?”

“બોલતે હૈં કિ જબ જમીન કા ભાવ ઈતના બઢ રહા હૈ તો પથ્થર ક્યા મુફ્ત મેં આયેંગે ? કહતે હૈં, પથ્થર ખરીદને કા પૈસા ભી ભેજો !”

***

“લા હૌલ વિલા કુવ્વત !” આકા પોતાના માથાના વાળ ખેંચતા ચીસો પાડે છે. “અબ ક્યા કરેં ?”

ચમચો કહે છે : “કશ્મીર ચલતે હૈં... વહાં જા કર કબ્રિસ્તાન મેં અપના અપના પ્લોટ બુક કર લેતે હૈં !”

***

- મન્નુ શેખચલ્લી

Comments