શું તમે આઈપીએલની મેચો જુઓ છો ? શું તમે ટીવીમાં ચૂંટણીને લગતા ન્યુઝ જુઓ છો ?
તો બોસ, બન્નેમાં અમુક ‘જોવા જેવી’ બાબતો છે ! દાખલા તરીકે…
***
- જોવા જેવી વાત એ છે કે કોંગ્રેસની ટીમનાં જે મહિલા કેપ્ટન છે એ કદી મેદાનમાં ઉતરતાં જ નથી !
***
- જોવા જેવી વાત એ છે કે કોંગ્રેસની ટીમના સૌથી મોટા ‘સ્ટાર ખેલાડી’ સૌથી વધુ મેચો હારી ચૂક્યા છે !
***
- જોવા જેવી વાત એ છે કે ભાજપની ટીમમાં જે સ્ટાર ક્રિકેટર છે એ બીજા કોઈ ખેલાડીને ધૂવાધાર બેટિંગ કે બોલિંગ કરવા જ નથી દેતા !
***
- જોવા જેવી વાત એ છે કે બન્ને ટીમો ‘રાષ્ટ્રિય’ ટીમો કહેવાય છે છતાં નાની નાની સત્તર ટીમોના સપોર્ટ વિના ટુર્નામેન્ટ જીતી શકે એમ નથી !
***
- જોવા જેવી વાત એ છે કે ટીમ, નાની હોય કે મોટી, દરેકને કોઈ ને કોઈ ‘સ્પોન્સર’ તો મળી જ રહે છે !
***
- જોવા જેવી વાત એ પણ છે પાંચ વરસમાં ખેલાડીઓ કરોડપતિમાંથી અબજપતિ બની જાય છે !
***
- છતાં જોવા જેવી વાત એ છે કે સૌથી વધુ કમાણી તો ‘સ્પોન્સરો’ જ કરી જાય છે !
***
- અને સૌથી જોવા જેવી વાત એ છે કે બિચારા પ્રેક્ષકો એમ સમજે છે કે આ બધું એમના ‘વિકાસ’ માટે થઈ રહ્યું છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment