ગઈકાલે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ હતો. સૌએ એવી ભાવના વ્યક્ત કરી કે સ્ત્રી-પુરુષ સમોવડી થઈ શકે…
અમે એમ કહીએ છીએ કે ભવિષ્યમાં જ્યારે સ્ત્રીઓનું રાજ ચાલતું હશે અને પુરુષો સ્ત્રીઓનાં કામો કરતા હશે ત્યારે કેવો સિનેરિયો હશે…?
***
જુઓ ભઈ, પુરુષો પાન-મસાલા તો ખાશે જ !
- પણ રસોઈ કરતાં કરતાં !
***
છાપામાં સમાચારો છપાશે :
“જાણીતાં ઉદ્યોગી મિસિસ ફલાણાંનો પતિ એની રૂપાળી ડ્રાઈવરાણી સાથે ભાગી ગયો !”
***
ટીવીમાં બ્રેકિંગ ન્યુઝ આવશે :
“પુરુષોને બંદી બનાવીને, તેમના ઉપર સિતમ ગુજારીને, તેમની પાસે સેક્સ-વર્કરનું કામ કરાવતી ગેંગ પકડાઈ ગઈ !”
***
પુરુષો આંદોલનો કરીને સરઘસ કાઢશે :
“નહાયા વિના જીવવું એ અમારો જન્મસિધ્ધ અધિકાર છે !”
***
છતાં પુરુષોએ કપડાં તો ધોવાં જ પડશે !
આવી મજબૂર સ્થિતિમાં બને એટલાં ઓછાં કપડાં ધોવાં પડે એટલા માટે પત્નીને મસકા મારશે : “ડિયર, તું હંમેશાં ઓછાં કપડાંમાં જ સારી લાગે છે !”
***
અમુક પુરુષો ‘સૌંદર્ય પ્રસાધનો’નો વિરોધ કરતા હશે !
આવા પુરુષો દાઢી વધારી, બગલના બાળ વધારી, શરીરના વાળ શેવ કર્યા વિના જાંઘિયાભેર સડકો ઉપર ઉતરી આવીને ‘જેન્ટ્સ બ્યુટિ પાર્લરો’ની બહાર ધરણાં કરશે !
***
સીધી વાત છે, બાળકોને ઉછેરવાની જવાબદારી પણ પુરુષોની જ હશે !
પણ આના માટે પુરુષો બજારમાંથી નવી નવી જાતની ચાબૂકો, સોટીઓ અને ડંડાઓ ખરીદી લાવશે !
***
તોય સ્ત્રીઓ તો પુરુષો આગળ ફરિયાદ કરતી જ હશે :
“તમારા માટે બધું સહેલું છે, બાકી એકવાર સ્ત્રીઓનાં કામ કરી જુઓ તો ખબર પડે !”
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment