નોકરી, છોકરી અને પિક્ચરમાં સરખાપણું શું છે અને સમજવા જેવું શું છે ? જીગો બકાને સમજાવે છે…
***
જો બકા,
નોકરી અને છોકરી, એક-બે બદલો પછી જ ‘આપણને એની વેલ્યુ’ અને ‘એને આપણી વેલ્યુ’ સમજાય છે !
***
જો બકા,
નોકરીમાં અને છોકરીમાં… એક વાર ‘પરમેનેન્ટ’ થઈ ગયા એટલે ‘ઓવરટાઈમ’ તો કરવો જ પડે.
***
અને જો બકા,
નોકરી હોય કે છોકરી, બન્નેમાં ખાલી ‘નાઈટ વોચમેન’ તો ન જ બનાય ! સમજ્યો ?
***
પણ જો બકા,
તું નોકરી શોધતો હોય કે છોકરી… બન્નેમાં ‘ડિગ્રી’ તો માગે જ છે.
***
અને હા બકા,
નોકરી હોય કે છોકરી, મળી તો જાય છે, પણ બકા, એને ‘ટકાવવાની’ જવાબદારી આપણી જ હોય !
***
અને બકા,
નોકરી કે છોકરી… એ જાય પછી જ એની વેલ્યુ સમજાય છે.
***
રહી વાત પિક્ચરની, તો બકા,
ઇંગ્લીશ પિક્ચર અને એનઆરઆઈ છોકરી, બેય જોવામાં જ સારી, બાકી ‘સમજવામાં’ ફાંફાં, હોં !
***
અને બકા,
પિકચર હોય કે છોકરી…. જેને બહુ લોકો જોવા માટે તડપતા હોય એ ભાવ તો વધારે જ ખાવાની !
***
પણ બકા,
પિકચર હોય કે છોકરી ‘ટાઈમપાસ’ સારો થવો જોઈએ.
***
જો બકા,
પિકચરમાં ‘છોકરીની સ્ટોરી’ હોય તો તો ગમે, પણ
છોકરીમાં ‘પિકચરની સ્ટોરી’ હોય… તો સંભાળવું !
***
અને જો બકા,
પિકચર હોય કે છોકરી… બહુ ‘ડીપ’માં નહીં ઉતરવાનું ! સમજી ગયો ?
- મન્નુ શેખચલ્લી
આવા વિચારો આપને આવે છે ક્યાંથી???? ;)
ReplyDeleteઉલ્ટી ખોપડીમાંથી, મિત્ર !😀😀
DeleteExcellent.
ReplyDeleteથેન્ક યુ !
Delete