નોકરી, છોકરી અને પિકચર...


નોકરી, છોકરી અને પિક્ચરમાં સરખાપણું શું છે અને સમજવા જેવું શું છે ? જીગો બકાને સમજાવે છે…

***

જો બકા,

નોકરી અને છોકરી, એક-બે બદલો પછી જ ‘આપણને એની વેલ્યુ’ અને ‘એને આપણી વેલ્યુ’ સમજાય છે !

***

જો બકા,

નોકરીમાં અને છોકરીમાં… એક વાર ‘પરમેનેન્ટ’ થઈ ગયા એટલે ‘ઓવરટાઈમ’ તો કરવો જ પડે.

***

અને જો બકા,

નોકરી હોય કે છોકરી, બન્નેમાં ખાલી ‘નાઈટ વોચમેન’ તો ન  જ બનાય ! સમજ્યો ?

***

પણ જો બકા,

તું નોકરી શોધતો હોય કે છોકરી… બન્નેમાં ‘ડિગ્રી’ તો માગે જ છે.

***

અને હા બકા,

નોકરી હોય કે છોકરી, મળી તો જાય છે, પણ બકા, એને ‘ટકાવવાની’ જવાબદારી આપણી જ હોય !

***

અને બકા,

નોકરી કે છોકરી… એ જાય પછી જ એની વેલ્યુ સમજાય છે.

***

રહી વાત પિક્ચરની, તો બકા,

ઇંગ્લીશ પિક્ચર અને એનઆરઆઈ છોકરી, બેય જોવામાં જ સારી, બાકી ‘સમજવામાં’ ફાંફાં, હોં !

***

અને બકા,

પિકચર હોય કે છોકરી…. જેને બહુ લોકો જોવા માટે તડપતા હોય એ ભાવ તો વધારે જ ખાવાની !

***

પણ બકા,

પિકચર હોય કે છોકરી ‘ટાઈમપાસ’ સારો થવો જોઈએ.

***

જો બકા,

પિકચરમાં ‘છોકરીની સ્ટોરી’ હોય તો તો ગમે, પણ

છોકરીમાં ‘પિકચરની સ્ટોરી’ હોય… તો સંભાળવું !

***

અને જો બકા,

પિકચર હોય કે છોકરી… બહુ ‘ડીપ’માં નહીં ઉતરવાનું !  સમજી ગયો ?

- મન્નુ શેખચલ્લી

Comments

  1. આવા વિચારો આપને આવે છે ક્યાંથી???? ;)

    ReplyDelete
    Replies
    1. ઉલ્ટી ખોપડીમાંથી, મિત્ર !😀😀

      Delete

Post a Comment