હિન્દી ફિલ્મોના અમુક જોરદાર ડાયલોગ્સ આજે પણ લોકોને યાદ છે. જો એડવર્ટાઇઝિંગ એજન્સીઓ થોડું દિમાગ લડાવે તો આજે પણ એમાંથી નવી એડ્ઝ બની શકે છે ! જુઓ નમૂના…
***
રાજેશ ખન્ના :
‘બાબુ મોશાય, યે જિંદગી એક રંગમંચ હૈ… ઔર હમ સબ રંગમંચ કી કઠપૂતલીયાં હૈં… કબ, કૌન, કૈસે ઉઠેગા યે કોઈ નહીં જાનતા ! હા… હા… હા…’
અમિતાભ :
‘ઇસીલિયે કહતા હું આનંદ બાબુ, અપના બીમા કરવા લો!’
સ્લોગન :
‘એલઆઈસી… જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી!’
***
અમિતાભ :
‘વિજય… દિનાનાથ… ચૌહાણ… પૂરા નામ ! ઉમ્ર ઇક તીસ સાલ, આઠ મહિના, ગ્યારા દિન ઔર સાત ઘંટા…’
કમિશનર ગાયતોંડે :
‘યાર, કબ તક ઇન્ટરવ્યૂ મેં જા જા કર ઐસે બાયોડેટા બોલતે રહોગે ? ભાઈ, ઓનલાઈન સે જોબ ઢૂંઢો ના ?’
સ્લોગન :
‘પરફેક્ટ પ્લેસમેન્ટ ડોટ કોમ… ફોર ઓનલાઈન જોબ સર્ચ!’
***
દિલીપ કુમાર :
‘એ ભાઆઆઆઈ… ઓ ભાઆઆઆઈ… ગાડી રોકો ભાઈ… અસ્પતાલ પહુંચા દો ભાઈ…’
વહીદા રહેમાન :
‘આમ રાડો શું પાડો છો ? ૧૦૮ લગાડો ને ?’
સ્લોગન :
‘વન ઝિરો એઈટ, કોઈપણ મેડિકલ ઇમરજન્સી માટે !’
***
અમિતાભ :
‘દાવર સાબ, મૈં આજ ભી ફેંકે હુએએ પૈસે નહીં ઉઠાતા…’
ઇફ્તેખાર :
‘ઠીક છે, તારો નંબર બોલ, હમણાં ગૂગલ પે કરું છું !’
સ્લોગન :
‘કેશલેસ ટ્રાન્ઝેક્શન… કભી ભી, કહીં ભી !’
***
બસંતી :
‘તો યે હૈ બસંતી કા ટાંગા, ઔર યે હૈ હમારી ધન્નો… લો હમ ને તો પૂરી કહાની સુના દી, મગર આપને પૂછા હી નહીં કે હમારા નામ ક્યા હૈ ?’
વીરુ : (પ્રેમથી)
‘તુમ્હારા નામ ક્યા હૈ, બસંતી ?’
જય :
‘અલ્યા વાયડીનો થા મા ! ‘ટ્રુ કોલર’માં જોઈ લે… હાચું નામ હેમા છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment