આ કઈ જાતનું લોજિક છે ?

આજકાલ અમુક ઘટનાઓ સાવ ઘનચક્કર જેવી નથી લાગતી ? દાખલા તરીકે…

*** 

ફ્રાન્સના વિદ્યાર્થીએ પોતાની સ્કુલોની સ્થિતિ સુધારવા માટે જે તોફાનો કર્યાં… એમાં પોતાની જ સ્કૂલો સળગાવી દીધી !
આ કઈ જાતનું લોજિક છે ?

*** 

ટેકનોલોજીના એક્સ્પર્ટો કહે છે કે એઆઈનો ઉપયોગ કરવામાં લાખો લીટર પાણી વેડફાઈ જાય છે… તો સાઉદી અરેબિયા જેવા રણ પ્રદેશમાં શા માટે મોટી મોટી કંપનીઓ એઆઈના પ્રોજેક્ટો ઊભા કરી રહી છે ?

આ કઈ જાતનું લોજિક છે ?

*** 

ખાંડ, તેલ, શાકભાજી વગેરેના ભાવમાં જ્યારથી ૩૦થી ૪૦ ટકાનો ભાવ વધારો થાય છે ત્યારે સાવ ચૂપ રહેતા ‘અર્થશાસ્ત્રીઓ’ કહે છે કે યુપીઆઈ પેમેન્ટ પર ૦.૦૪ ટકા ચાર્જ લાગશે તો ગ્રાહકો ઉપર ‘બોજ’ વધી જશે !

આ કઈ જાતનું લોજિક છે ?

*** 

જે કોંગ્રેસે અગાઉના ચૂંટણી કમિશનરોને એમની નિવૃત્તિ પછી ચૂંટણી માટે કોંગ્રેસની ટિકીટ આપી. અરે, એમને મિનિસ્ટર પણ બનાવ્યા… એ જ કોંગ્રેસ આજે કહે છે કે ચૂંટણી કમિશનર તો ‘નિષ્પક્ષ’ હોવા જોઈએ !

આ કઈ જાતનું લોજિક છે ?

*** 

એમ તો, ભાજપ વરસોથી એવું ‘નેરેટિવ’ ચલાવે છે કે વિપક્ષો દેશદ્રોહી છે, વિદેશના એજન્ટો છે, દેશના ટુકડે ટુકડા કરવા માગે છે… એ જ ભાજપ હવે આક્ષેપ કરે છે કે રાહુલ ગાંધી તો ‘નેરેટિવ’ ચલાવે છે !

આ કઈ જાતનું લોજિક છે ?

*** 

અમુક લોકો સોશિયલ મિડીયામાં ‘તમે સ્મિત મચ્છરનાં વખાણ કેમ ના કર્યાં ?’ એમ કહીને સતત ટ્રોલિંગ કરી રહ્યા છે… એ જ લોકોમાંથી પાંચ ટકા લોકોએ પણ એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓનાં વખાણ કર્યાં નથી !

હવે બોલો, આ કઈ જાતનું લોજિક છે ?

*** 

‘ફ્લાયદુબઈ’ એરલાઈન્સના ઘાતક હુમલાના ચાર મહિના પહેલાં રાહુલજી ઓમાન ગયા હતા એ વાત ‘શંકાસ્પદ’ લાગે છે ? તો ઈઝરાયેલે હુમલો કરીને ઈરાનના વડાને મારી નાંખ્યા, એના આગલા જ દિવસે મોદીજી ઇઝરાયેલમાં હતા ! એનું શું ?

બોલો, છે કંઈ લોજિક ?

***

- મન્નુ શેખચલ્લી

Comments