આજકાલ બચ્ચન સાહેબ ‘કૌન બનેગા કરોડપતિ’માં એવું સ્લોગન ચલાવે છે કે ‘સોચના પડેગા…’
પણ અમારી પાસે એવા સવાલો (અને જવાબો) છે કે ‘સોચતે રહ જાઓગે…’
***
સવાલ : ચાર હાથી એક અલ્ટો કારમાં શી રીતે બેસી શકે ?
ઓપ્શન : (એ) બે આગળ ને બે પાછળ (બી) બારણું ખોલીને (સી) પલાંઠી વાળ્યા વગર (ડી) વારાફરતી.
સહી જવાબ : વારાફરતી… કેમકે એક સાથે બેસવા જાય તો અલ્ટો ગબડી ના જાય ?
***
સવાલ : પ્રકાશની ઝડપ કેટલી છે ?
ઓપ્શન : (એ) સેકન્ડના એક લાખ ૮૬ હજાર માઈલ (બી) સેકન્ડના ૨ લાખ ૯૯ હજાર કિલોમીટર (સી) કલાકના ૧૦૦ કરોડ કિલોમીટર (ડ) કલાકના ૨૦ કિલોમીટર
સહી જવાબ : કલાકના ૨૦ કિલોમીટર કેમકે પ્રકાશ સ્કુટર ચલાવી રહ્યો છે.
***
સવાલ : ભારતના પાડોશી દેશો કયા છે ?
ઓપ્શન : (એ) પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ (બી) ચીન, રશિયા, મ્યાંમાર (સી) અફઘાનિસ્તાન, કઝિકીસ્તાન, અજરબૈજાન (ડી) અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ
સહી જવાબ : અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ કેમકે આપણે રોજ એમની જોડે વિડીયો કોલથી વાત થાય છે અને આપણાં પાપડ, અથાણાં, ખાખરા અને ચશ્મા અહીંથી જ ત્યાં મોકલીએ છીએ !
***
સવાલ : રાહુલ ગાંધીની ઉંમર કેટલી છે ?
ઓપ્શન : (એ) છપ્પન વરસ (બી) છત્રીસ વરસ (સી) બાર વરસ (ડી) અઢાર વરસ
સહી જવાબ : અઢાર વરસ. કેમકે હવે મિડિયામાં બધા લોકો કહી રહ્યા છે કે રાહુલજી ‘મેચ્યોર’ (પુખ્ત) થઈ ગયા છે !
***
સવાલ : ગુરુવાર પછી કયો વાર આવે છે ?
ઓપ્શન : (એ) સોમવાર (બી) મંગળવાર (સી) શનિવાર (ડી) રવિવાર
સહી જવાબ : યાર, એક દિવસ રાહ જુઓને ? કાલે ખબર પડી જશે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment