હિન્દી કહેવતોના રાજકીય ભાવાર્થ !

આપણી કહેવતો તો સેંકડો વરસ જુની છે, પણ એની મજા એ છે કે આજે પણ એ ગમે ત્યાં ‘ફીટ’ થઈ જાય છે…

*** 

કહેવત :
‘ખસિયાની બિલ્લી ખંભા નોંચે’

ભાવાર્થ :
ઉંદર પકડવામાં નિષ્ફળ રહેલી બિલાડી જેમ ખિજાઈને થાંભલામાં નહોર મારીને ગુસ્સો કાઢે છે, એ જ રીતે ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહેલા વિપક્ષો હવે ચૂંટણી કમિશનર પર ખીજ ઉતારી રહ્યા છે !

*** 

કહેવત :
‘નાદાં કી દોસ્તી, જી કા જંજાલ’

ભાવાર્થ :
વિપક્ષો જેન-ઝિવાળા કોકરોચોને આગળ ધરીને હરખાઈ તો જાય છે પણ આ જ નાદાન છોકરાંઓ ક્યારેક ગાળાગાળી તો ક્યારેક મહિલા પોલીસની ખરાબ રીતે મજાક કરીને આખી બાજી બગાડી નાંખે છે !

*** 

કહેવત :
‘પીલિયા કે મરીજ કો સબ પીલા હી દિખતા હૈ’

ભાવાર્થ :
જે રીતે કમળાના દરદીને બધું પીળું પીળું જ દેખાતું હોય છે એ રીતે આજના ‘કલર બ્લાઈન્ડ’ મિડીયાને બધી વાતમાં મોદીના જ પેંતરા દેખાય છે ! જેમકે ‘ફ્લાયદૂબઈ’ વિમાનની ઘટનામાં એમને એવું લાગે છે કે ‘બોસ, આ તો બધું ગોઠવેલું નાટક જ હતું ! બાકી એ જ ફ્લાઈટમાં પેસેન્જર તરીકે બબ્બે ઇઝરાઈલી પાયલટ શી રીતે હોય ?’

ભૈશાબ, ફ્લાઈટ ઇઝરાયેલના જ શહેરમાં જતી હોય તો એમાં ચીનના પેસેન્જરો તો ના જ હોય ને ?
આ ‘કલર બ્લાઈન્ડ’ નામનો રોગ તો કમળા કરતાં વધારે ખતરનાક છે !

*** 

કહેવત :
‘મિયાં કી દાઢી તબર્રુક મેં ગઈ’

ભાવાર્થ :
તબર્રુક એટલે કોઈ લાભના ઈરાદાથી કરેલું કામ અથવા દાન ! આ આખો મુહાવરો ફીટ થાય છે પાકિસ્તાન ઉપર ! પહેલાં અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવા ઉછળતું હતું ! પછી તૂર્કી સાથે મળીને સાઉદી અરેબિયાને યુદ્ધ ટાણે કૂદી પડીશું એવા કરાર કરી નાંખ્યા !

પણ છેવટે થયું શું ? મિયાં મુનીરની આખી દાઢી (એટલે કે ઇજ્જત) જ ગઈ !

***

- મન્નુ શેખચલ્લી

Comments