ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત આજે મોદીજી અને અમિત શાહનું ગુજરાત બની ગયું છે ! એ સિવાય પણ ગુજરાતની આગવી લાક્ષણિકતાઓ છે ! જુઓ…
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં ગાંઠીયા માટે
‘લાઈન’ લાગે છે
પણ કારની ડિલીવરી
‘તત્કાલ’ મળે છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં નવરાત્રિમાં
ઓરકેસ્ટ્રા ‘લાઈવ’ હોય
પણ મંદિરોમાં આરતી
‘રેકોર્ડેડ’ હોય છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં સ્ટેટ આખું ‘ડ્રાય’ છે
પણ લઠ્ઠાકાંડમાં
‘ભીનું’ સંકેલાય છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં ‘સ્પોર્ટ કોમ્પલેક્ષો’
ખાલી છે, પણ
‘મસાજ પાર્લરો’ ફૂલ છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં ‘ભડકે બળે’ એને
શેરબજાર કહે છે
અને ‘ઠંડું’ હોય એને
બૈરું કહે છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં ચોમાસામાં
બધા રોડ ‘છલકાય’ છે
અને તળાવો સાવ ‘ખાલી’ હોય છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં દીવમાં બધાં ‘પીએ’ છે
અને ગાંધીનગરમાં
બધા ‘ખાય’ છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં ‘બિન-ગુજરાતીઓ’
મજુરી કરવા આવે છે
અને ગુજરાતીઓ ‘મજૂરી’ માટે
વિદેશ જાય છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં સગાઈઓ ગુંચવાય છે…
દરેક પુરુષ અહીં ‘ભાઈ’
અને મહિલાને ‘બહેન’ કહેવાય છે !
***
દોસ્ત, આ ગુજરાત છે
અહીં પૂતળું તો ‘હાઈએસ્ટ’ છે
પણ માનવીઓ
‘નાના’ થતા જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment