દુનિયાનો એકમાત્ર અઘરો સવાલ એ નથી કે ‘જો સૂરજ ડૂબી જાય છે તો તે ભીનો કેમ નથી થતો ?’
સિવાય પણ એટલા જ સ્ટુપિડ સવાલો છે…
***
જો વહેલી ઊંઘ આવી જાય એવ ગોળી બની શકે છે તો વહેલી જાગી જવાય એવી ગોળી કેમ નથી બનાવતા ?
***
જો સાબુ વડે નહાવાથી શરીરનો મેલ દૂર થઈ જાય છે તો એ પછી શરીરને જે ટુવાલ વડી લૂછીએ છીએ એ કેમ મેલો થઈ જાય છે ?
***
જો મર્યા પછી કોઈ પાછું આવતું જ નથી તો સ્વર્ગ કેવું હોય અને નર્ક કેવં હોય એની આપણને ખબર શી રીતે પડે ?
***
જો મંદિરમાં ચડાવેલો પ્રસાદ ઘેર ઘેર સૌ લોકોમાં વહેંચવામાં આવે છો તો મંદિરમાં ચડાવેલા પૈસા કેમ વહેંચાતા નથી ?
***
શરીરમાં ગમે ત્યાં દુઃખાવો થતો હોય તો આપણે પેઇનકીલર ગોળી લઈએ છીએ. પણ પેટમાં ગયા પછી ગોળીને શી રીતે ખબર પડે છે કે શરીરના કયા ભાગમાં દુઃખાવો મટાડવા જવાનું છે ?
***
જો બ્યુટિશીયનો એમ કહે છે કે પાણી પીવાથી ચહેરા ઉપર ગ્લો આવે છે તો ભેંસ કેમ કાળી ને કાળી રહે છે ?
***
જો ૮૫ ટકા ઓઇલ વિદેશથી જ આવે છે તો પેટ્રોલ પંપ ઉપર ‘ઇન્ડિયન ઓઇલ’ કયા લોજિકથી લખે છે ?
***
‘જલ હી જીવન હૈ’ એ સ્લોગન તો સારું છે પણ માણસ પાણીમાં ડૂબે તો મરી કેમ જાય છે ?
***
જો તડકો પડવાથી પાણી સૂકાઈ જાય છે તો એ જ તડકો લાગવાથી પરસેવો કેમ નીકળે છે ?
***
જો રોટલીના ટુકડા કરીને જ ખાવાની હોય તો એને આટલી સરસ ગોળ બનાવવાની જરૂર જ શું છે ? હેં ?
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment