ત્રણના આંકડાની કમનસીબી !

આપણે સામાન્ય રીતે ૧૩ના આંકડાને અપશુકનિયાળ માનીએ છીએ, પણ તમે જોજો, આ ૩નો આંકડો પણ કંઈ ઓછો નથી !

*** 

હિન્દીમાં તો કહેવત જ છે : ‘તીન તિગડા, કામ બિગડા !’

*** 

સંસારીક જીવનમાં પણ જોજો… ‘પતિ પત્ની ઔર વો…’ આમાં ‘વો’ પુરુષ હોય કે સ્ત્રી, એ ખરાબ જ કહેવાય !

*** 

માણસને સૌથી પહેલો જુગારનો ચેપ ક્યાંથી લાગે છે ? ‘તીન પત્તી’માંથી !

*** 

માણસના શરીરમાં પણ જુઓ, ભગવાને બધું બબ્બે જ આપ્યું છે ! બે હાથ, બે કાન, બે પગ, બે આંખો… અને ત્રીજું નેત્ર ? એ રાખ્યું છે ! જો ખુલ્યું તો ? સર્વનાશ !!

*** 

શોલેમાં ગબ્બર શું બોલ્યો હતો ? ‘તીનોં બચ ગયે ! હાહાહા… તીનોં બચ ગયે…’ અને પછી શું થયું ? ઢીશ્યાંઉ… ઢીશ્યાંઉ… ઢીંશ્યાંઉ…!

*** 

ચાલો, થ્રી ઇડિયટ તો હિટ હતી, પણ એમાં જે ત્રીજો હતો ‘ફીંશૂક વાંગડુ’, એ પાત્ર કોના ઉપર આધારિત હતું ? સોનમ વાંગચૂક, રાઈટ ? હવે જુઓ, એ કેટલો નડી રહ્યો છે ?

*** 

ખરાબ માણસને શું કહેવાય ‘થર્ડ ક્લાસ !’

ગુનો કબૂલ કરાવવા માટે પોલીસ શું વાપરે છે ‘થર્ડ ડીગ્રી !’

અપમાનજનક તૂંકારો એટલે વ્યાકરણમાં શું ? ‘ત્રીજો પુરુષ એકવચન !’

*** 

અરે, માણસને કદી એવું સપનું પણ નથી આવતું કે હું પૈસા કમાઈશ તો એમાંથી ‘થ્રી વ્હીલર’ લઈશ !

અને સીટીના ટ્રાફિકમાં આપણને સૌથી વધારે શું નડે ? એ જ… ‘થ્રી વ્હીલર !’

*** 

મુસલમાનોમાં પણ ‘તલાક’ નામનો શબ્દ ‘ત્રણ’ વાર બોલવામાં બહુ મોટું જોખમ છે !

*** 

દુનિયામાં સૌથી રહસ્યમય જગ્યાનું નામ શું છે ? ‘બર્મૂડા ટ્રાએંગલ’…

અને સમાજમાં સૌથી જોખમી રિલેશનશીપ શું છે ? એ જ… ‘લવ ટ્રાએંગલ’ !

*** 

દુનિયાના સૌથી ગરીબ, પછાત અને અવિકસિત દેશોને શું કહે છે ? ‘થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ…’

*** 

અને આ આખી દુનિયા પૂરેપૂરી ખતમ થઈ જશે, જો શરૂ થઈ જશે…

‘થર્ડ વર્લ્ડ વોર !’

***

- મન્નુ શેખચલ્લી

Comments