જ્યારથી સંઘના વડા મોહન ભાગવતે જેન-ઝિ અને જેન-આલ્ફા સાથે સંવાદ કરવાની અને એમને ‘સમજાવવાની’ સલાહ આપી છે ત્યારથી ભક્તોમાં ભયંકર ગૂંચવાડો શરૂ થઈ ગયો છે ! આમાં ને આમાં અમુક ફેક-ન્યુઝ ફેલાવવાની શક્યતાઓ છે…
***
ભક્તોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે કે જાહેરમાં ગાળાગાળી કરવાના ગુના બદલ જે કલમો લાગે છે એ જ કલમો હવે સોશિયલ મિડીયામાં ગાળાગાળી કરનારને પણ લાગી શકે છે ! હવે ??
***
આનાથી બચવા માટે ભક્તો એવી અફવા ફેલાવી રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામમાં જેન-ઝિની જે સૌથી ‘ક્રિએટીવ’ ગાળો હશે એમના માટે ખાસ ઇનામો જાહેર કરવામાં આવશે ! (કિતને પ્રતિભાશાલી લોગ હૈં યહાં પર)
***
બહુ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે ભાજપના લોકો માટે જેન-ઝીના નવા નવા વિચિત્ર શબ્દો સમજવા માટેનો એક ફ્રી ઓનલાઇન કોર્સ ચાલુ થવાનો છે !
એટલું જ નહીં, એની એક્ઝામ પણ થશે ! અને અભી તો રૂકો… એ એક્ઝામનું પેપર લીક નહીં જ થાય !
***
ભાજપની છેક અંદર-અંદરની ખૂફિયા જાણકારી મુજબ હવે ‘પેજ પ્રમુખ’ની જેમ ‘ફેસબુક-પેજ-પ્રમુખો’ તથા ‘ઇન્સ્ટા-પોસ્ટ-પ્રમુખો’ની આખી ચેઇન ઊભી કરવામાં આવશે ! આમાં દરેક વ્યક્તિ રોજના મિનિમમ ૩૦ ‘યુવા મતદારો’ના સોશિયલ પેજો ઉપર સતત ‘બાજ નજર’ રાખશે !
બોલો, છે ને માસ્ટર સ્ટ્રોક ?
***
એનાથી પણ ખૂફિયા ખબર એવી છે કે હવે ભાજપના કાર્યકરો તથા ભક્તો સોશિયલ મિડીયામાં સુંદર છોકરીઓના નકલી પ્રોફાઈલ બનાવને જેન-ઝિ તથા જેન-આલ્ફાનાં ગ્રુપોમાં ઘૂસ મારશે ! અને ધીમેધીમે એમની ફ્રેન્ડશીપ કરીને સ્વીટ રીતે ‘ભક્તિ-જિહાદ’ ચાલુ કરશે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment