એક બાજુ સોનમ વાંગચૂકે તો ઉપવાસ છોડીને ‘પારણાં’ કરી લીધાં ! એ પણ ભાજપના મોટા નેતા જેપી નડ્ડાને હાથે જ !
બીજી બાજુ પેલો અભિષેક દિપકે ‘માંદો’ પડી ગયો એટલે જંતર મંતરનો મંચ છોડી દીધો !
અને ત્રીજી બાજુ આખું આંદોલન રાહુલ બાબાએ પોતાના ખભે ઉપાડી લીધું… તો આખી વાતમાં ‘સમજવા’ જેવું શું હતું ?
***
આખી વાતમાં જો મોદીજીએ નીટનાં ભોપાળાં પછી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું હોત તો આમાંનું કશું થાત જ નહીં ને ?
***
અચ્છા, રાજીનામું નહીં તો મંત્રીમંડળમાં ફેરફારને બહાને (જેનું આખું લિસ્ટ મોબાઈલમાં ઓલરેડી ફરતું હતું) ધર્મેન્દ્ર પ્રધાનને ચૂપચાપ વિદાય આપીને ઘેરે બેસાડી દીધા હોત તોય આમાંનું કશું ના થાત !
***
અરે, જે રીતે પોલીસ ‘માથાભારે’ તત્વોને ડંડા માર્યા હોય એ રીતે જાહેરમાં એમને લંગડાતી ચાલે ચલાવીને સરગસ કાઢે છે, એ રીતે નીટનું પેપર ફોડનારાંનાં સરઘસો કાઢ્યાં હોત…
(અહીં તો પબ્લિકને એ લોકો ઉપર છૂટ્ટાં જૂતાં મારવાની તક પણ મળી હોત) તો પણ આમાંનું કશું ના થયુ હોત !
***
છેલ્લે, કંઈ નહીં તો જે રીતે પુરગ્રસ્ત પરિવારો માટે રાહતનું પેકેજ જાહેર કરીને ફોટા પડાવે છે એ જ રીતે ‘આપઘાતગ્રસ્ત’ પરિવારોને પાંચ-પાંચ લાખ આપવાની (પ્લસ એમના પરિવારમાંથી એકાદને સરકારી નોકરી આપવાની) જાહેરાત કરી હોત તો પણ…
***
જોકે આખી વાતમાં…
જો ફ્લેશ-બેકમાં જઈએ તો…
પેલા જજ સાહેબે યુવા પેઢીને ‘કોક્રોચ’ જ ના કહ્યા હોત…
તો… ?
બોલો, સાચી વાત છે ને ?
***
ટુંકમાં, આખી વાતમાં સમજવા જેવું જજ સાહેબોએ છે કે ભઈ, ‘વાણી સ્વાતંત્ર્ય’ બધે ના વાપરવાનું હોય !
શું કહો છો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment