બોલીવુડના વણલખ્યા નિયમો !

છેલ્લા પાંચ-સાત વરસથી બોલીવૂડમાં જે ચાલી રહ્યું છે તે જોતાં લાગે છે કે બોલીવૂડના નિયમો બદલાઈ ગયા છે ! હવે નવા નિયમો નીચે મુજબ છે…

*** 

નિયમ (૧)
કોઈ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે ત્યારે જ તેની ‘વ્યુઅરશીપ’માં ધરખમ વધારો થાય છે !

*** 

નિયમ (૨)
જે ફિલ્મ સત્ય ઘટનાઓ ઉપર આધારીત હોય અને અગાઉની સરકારની પોલમપોલ ઉઘાડી પાડતી હોય તેને જ ‘પ્રોપોગેન્ડા’ ફિલ્મ કહેવાય.

*** 

નિયમ (૩)
જ્યાં સુધી કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ (સોરી, હવે તો ૨૦૦ કરોડ)ની કમાણી ના કરે, ત્યાં સુધી એને કોઈ સુંઘવા પણ જશે નહીં !

*** 

નિયમ (૪)
જ્યારે કોઈ ગાયક કલાકાર, સંગીતકાર કે અભિનેતાને અંદરખાનેથી ખતરનાક ધમકીઓ મળે છે ત્યારે તે અચાનક બોલીવૂડમાંથી ‘નિવૃત્ત’ થવાની જાહેરાત કરી નાંખે છે !

*** 

નિયમ (૫)
કોઈપણ લેખક, દિગ્દર્શક, અભિનેતા, અભિનેત્રી, ગાયક. ગાયિકા, સંગીતકાર કે ગીતકાર ખરેખર ખુબ ‘ટેલેન્ટેડ’ છે એવી ખબર પડતાંની સાથે જ એને કામ મળતું બંધ થઈ જશે ! કેમકે…

નિયમ (૬)
બોલીવૂડનાં ‘નેપો કિડ્ઝ’ છે અથવા નેપો ગેંગને શરણે ગયેલા નબળી ટેલેન્ટવાળાઓ છે એ લોકો સતત ફ્લોપ જવા છતાં ઓડિયન્સને માથે મરાતા જ રહેશે !

*** 

નિયમ (૭)
'સ્પાય યુનિવર્સ’ના તો ચોક્કસ પેટા-નિયમો છે…

(એ) ભારતની જાસૂસી સંસ્થાના બેસ્ટ એજન્ટોએ પાકિસ્તાની મહિલા એજન્ટના પ્રેમમાં ફરજિયાત પડવાનું રહેશે !

(બી) એમાં વિલન હંમેશાં ભારતીય સેનાનો કોઈ સસ્પેન્ડ થયેલો અફસર જ હશે !

(સી) અથવા વિલન કોઈ પાકિસ્તાની જાસૂસ હશે, જે ભારતીય સૈન્યમાં વરસો પહેલાં ઘૂસીને મોટો ઓફિસર બની ગયો હશે !

(ડી) દર ત્રીજી કે ચોથી ફિલ્મમાં પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટરની હત્યા થવાની હોય તેને જાનની બાજી લગાવીને બચાવવાનાં રહેશે !

*** 

અને વરસો જુનો નિયમ :
ખરાબ પાત્રો હંમેશાં હિન્દુ હશે, સારાં પાત્રો હંમેશા મુસ્લિમ હશે.. અને હિરો-હિરોઈન બન્ને હિન્દુ હોવા છતાં એમના ગાયનોમાં ‘સજદા’ ‘કલમા’ ‘ઇબાદત’ ‘ખુદા’ ‘બંદગી’ ‘કયામત’ ‘જન્નત’ અને ‘અલ્લાહ’ જેવા વિધર્મી શબ્દોની ભરમાર હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments