વોટ્સએપ સ્ક્રીનશોટમાં જોક્સ !

મોબાઈલ નામના આ રમકડામાં ઘણીવાર વોટ્સએપમાં જે ચેટ ચાલતી હોય છે એના સ્ક્રીનશોટ લીધા હોય તો નવી નવી જોક બની જતી હોય છે, જુઓ નમૂના…

*** 

‘ગુડ મોર્નિંગ ડિયર…’
‘વેરી ગુડ મોર્નિંગ મેરી જાનુ…’
‘મુઝે કુછ ઐસા બોલો કે મૈં ખુશ હો જાઉં.’
‘તુમ મેરી જિંદગી હો…’
‘વાઉ…’
‘મગર લાનત હૈ ઐસી જિંદગી પે !’
‘હરામખોર ! કમીના !’

*** 

‘યાર, એક બાત પૂછની થી.’
‘પૂછ ના.’

‘ઐસા કૌન સા પ્રાણી હૈ, જો આગ પીતા હૈ, હવા ખાતા હૈ, પેડ સે બ્રશ કરતા હૈ, સમંદર સે મુંહ ધોતા હૈ, જિસ કી ચાલીસ ટાંગે હૈં, સાંઠ હાથ હૈ ઔર બત્તીસ મુંહ હૈ…’
‘અં…. ગુગલ સે પૂછ ના.’

‘ગુગલ બોલતા હૈ ઐસે સવાલ કોઈ ઘનચક્કર સે હી પૂછે જાતે હૈ.’
‘તૂ માર ખાયેગા કભી…’

*** 

‘અરે, સાંભળો છો, મારી બહેનપણીને એક ડ્રેસ બહુ જ ગમી ગયો છે. હું ખરીદી લઉં ! ખાલી ૧૫૦૦નો છે.’

‘ફોટો મોકલ.’
‘જુઓ મોકલ્યો.’

‘ડ્રેસનો નહીં, તારી બહેનપણીનો.’
‘તમે ઘરે આવો, પછી તમારી વાત છે.’

*** 

‘આપણો આ દોસ્ત હરામી છે.’
‘કેમ, શું થયું ?’

‘એણે સાલાએ એની ગર્લફ્રેન્ડને શોપિંગ કરવા માટે હમણાં જ ૫૦૦૦ રૂપિયા  ઓનલાઈન મોકલ્યા. પણ કદી આપણને ૫૦ રૂપિયાના સમોસા ય ખવડાવ્યા છે ?’

‘હાહાહાહા…’
‘હસે છે શું ?’
‘કેમ કે એ ઓનલાઈન ગર્લફ્રેન્ડ હું જ છું !’

*** 

‘ડડ ડીડિડયર ડડાડારરલિંગ, મમ મારી જજિંદગી માં તું જજજ્યારથી પપપતની બનીને આઆવી છે તત યારથી મારી લલાઈ લલાઈફ સવરગ બની ગઈ છે. આઈ લવ યઉઉ…’

‘તમને ના પાડી હતા છતાં ફરી દારૂ પીવા બેઠા છો ને ?’

*** 

‘યાર, થોડા પૈસાની જરૂર હતી.’
‘હતી ત્યારે મને કીધું નહીં ? હવે બોલ, બીજુ શું ચાલે છે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments