નેતાઓની નવી નક્કોર ફિલમો !


પેલી બાજુ તામિલનાડુમાં ‘વિજય’ થલપતિ નામના અભિનેતાની ‘સિક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મ હિટ થઈ ગઈ છે. તો આ તરફ અમિત શાહની ‘મૈં હું ના’ બારમા વર્ષમાં પ્રવેશી ચૂકી છે !

પરંતુ બીજા નેતાઓ અને રાજકીય પાર્ટીઓની તો સામટી અનેક ફિલ્મો આવી રહી છે ! જુઓ…

*** 

મમતા બેનરજીએ એકસાથે અડધો ડઝન ફિલ્મો સાઈન કરી લીધી છે…

ઝહરીલી નાગિન, ઝખ્મી ઔરત, મૈં ઇન્તકામ લુંગી, કયામત સે કયામત તક, બદલા અને ચિંગારી…

*** 

પેલી બાજુ કોંગ્રેસ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ફિલ્મોમાં જુદા જુદા રોલમાં છે…

તામિલનાડુમાં ‘હમ સાથ સાથ હૈં’ 
કેરળમાં ‘મૈં બલવાન’ 
બંગાળમાં ‘ગુમનામ’ 
અને પુડુચેરીમાં ‘ભૂલભૂલૈયા’…

*** 

એ જ રીતે કોમ્યુનિસ્ટ પાર્ટીઓની પણ સામટી ફિલ્મો આવી રહી છે…

બંગાળમાં ‘ફિર તેરી કહાની યાદ આઈ’.. આ જુની ફિલ્મ સોશિયલ મિડીયામાં ફરી રહી છે.

જયારે કેરળમાં કોમ્યુનિસ્ટોની આ ફિલ્મો ફ્લોપ કેમ થઈ તે સમજાતું નથી !

સોચા ન થા, અચાનક, હાદસા, કબ ક્યું ઔર કહાં, બીસ સાલ બાદ અને ચૂપકે ચૂપકે…

*** 

એ જ રીતે તમિલનાડુમાં ડીએમકે અને એઆઈડીએમકે હવે નવી ફિલ્મોની સ્ક્રીપ્ટો ઉપર ‘રીસર્ચ’ કરી રહ્યા છે…

થોડી સી બેવફાઈ, બદલતે રીશ્તે, તૂટે ખિલૌને, બહારોં કે સપને, આહિસ્તા આહિસ્તા અને વો લમ્હે…

*** 

એમ તો કેજરીવાલ પણ મોટો કમ-બેક કરી રહ્યા છે..

મેરી આવાઝ સુનો, અંધા કાનૂન, મૈંને ગાંધી કો નહીં મારા, આપ તો ઐસે ન થે (આ રાઘવ ચડ્ડા સાથે છે.)

*** 

અને રાઘવ ચઢ્ઢા તો નવા ઉભરતા ‘કલાકાર’ છે જ ? જુઓ એમની ફિલ્મો :

અલગ અલગ, નયા રાસ્તા અને હમ દો હમારે ગ્યારહ !

*** 

છેવટે, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ… નવી બાય-લેંગ્યુઅલ સુપરહિટ આવી રહી છે, જે બે ભાષામાં હશે ! એક ભોજપુરીમાં (બિહાર માટે) અને બીજી બંગાળીમાં (બંગાળ માટે) જેમાં બબ્બે સુપરસ્ટાર હશે…

પ્રેઝેન્ટીંગ સુવેન્દુ અધિકારી એન્ડ સમ્રાટ ચૌધરી ઇન…
'ચલતા પુરજા’ !!

***

- મન્નુ શેખચલ્લી

Comments