આવા ઉનાળામાં જે શાયરીઓ લખાય તે ગરમાગરમ જ હોય ! છતાં મજા ત્યારે આવે જ્યારે શાયરીમાં સવાલ જવાબ પણ હોય !
***
ક્યું ખામોખાં જલાયેં દિલ
તેરે મયખાને મેં ?
અહીં કવિ પેલીને પૂછે છે કે તારી મહેફિલમાં આવીને દિલ શા માટે બાળવાનું ? કેમકે – કવિ ખુદ જવાબ આપે છે કે…
યહાં જલજલા સા નિકલતા હૈ
મેરે ગુસલખાને સે !
કવિના બાથરૂમમાં જે નળ છે એમાંથી જ લાવારસ જેવું પાણી નીકળે છે ! બોલો.
***
ક્યું પૂછતી હો હમ સે
ક્યું આયા ન ગયા ?
કવિને એની મહેબૂબાએ ક્યાંક મળવા માટે બોલાવ્યા હશે, પણ કવિ કેમ જઈ ના શક્યા ? સાંભળો…
હમારી બાઈક કી સીટ પે
હમ સે બૈઠા ન ગયા !
***
આવું જ એક દ્રશ્ય લગ્ન સિઝનનું છે ! કવિ પૂછે છે…
યે ઐબ કબ તક છૂપેગી
પરફ્યુમ કે લગાને સે ?
કવિ પૂછે છે કે આ દુર્ગુણ ક્યાં સુધી છૂપાવશો અત્તર છાંટીને ? કેમ કે –
સારે બારાતી આયે હૈં
પસીને મેં નહા કે !
***
ક્યું ભડક ઊઠે હૈ શોલે
આશિક કે બદન સે ?
કવિ પૂછ છે કે, આશિકના શરીર ઉપર આટલા બધા ફોલ્લા શેના થી ગયા છે ? જવાબ છે…
ખુલી સડક પે ઉસને
‘નાગિન ડાન્સ’ કિયા થા !
***
(આ છેલ્લી શાયરી વાંચીને જાતે જ કલ્પના કરી લેજો…)
કૈસી બદ-સલૂકી કી હૈ
મૌસમને દિલવાલે સે
આગ કા ગોલા હારા હૈ
સિર્ફ દસ રૂપિયે કે પ્યાલે સે
(કેવી રીતે ?)
હમ ઉન કે લિયે ગેસ કા
સિલિન્ડર લાતે રહે…
વો દિલ દે બૈઠી હૈ
કિસી બરફ-ગોલે વાલે સે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment