એક ખાડીની ગઝલ !

દાબી દીધી છે એક
ઈરાને દુઃખતી નાડી
દુનિયાનું હવે દર્દ છે
હોર્મુઝની ખાડી !

*** 

ના તેલ જવા દે છે
ના ગેસનાં ટેન્કર
યુએસ નામના સાપે
ગળ્યું છે છછુંદર !

નીકળે એવા ફૂંફાડા
જાણે સીટી વગાડી !
દુનિયાનું હવે દર્દ છે
હોર્મુઝની ખાડી…

*** 

એક માખીના વાંકે
છંછેડ્યો મધપૂડો
મધ લેવાના ‘મદ’માં
કૂદી પડ્યો ભૂંડો…

સવાસો શાણા શું કરે
જ્યાં વિફર્યો અનાડી !
દુનિયાનું હવે દર્દ છે
હોર્મુઝની ખાડી…

*** 

એક જ બહાનું, બોમ્બ
મુક્યા સો સો પ્રતિબંધ ?
તો તમેય લેતા જાવ
આ એક જ નાકું બંધ !

નેતન્યાહુના રવાડે ચડી
બાજી બગાડી !
દુનિયાનું હવે દર્દ છે
હોર્મુઝની ખાડી…

*** 

જંગલનો રાજા કોણ ?
સાવજડો પાડે ઘાંટો
માર્યો છે જ્યાં જ્યાં પંજો
ત્યાં ત્યાં ફસાયો કાંટો !

‘ઇગલ’ બન્યું છે ઉંદર
ને વાઘ થૈ બિલાડી !
દુનિયાનું હવે દર્દ છે
હોર્મુઝની ખાડી…

*** 

ભારતમાં ભકતો ઝાઝા
ઘણા કરે ઉપાડા
તોય ચૂલ્હે ચૂલ્હે
નીકળી રહ્યા ધૂમાડા…

શું દલા તરવાડીની
સૂકાઈ રહી છે વાડી ?

ભાજપનું….

હા ‘ભાજપનું’ હવે દર્દ છે !
હોર્મુઝની ખાડી…

***

- મન્નુ શેખચલ્લી

Comments