ગાયનો પાછળની સ્ટોરી !


અમુક ગાયનો આપણે વરસોથી સાંભળ્યા કરીએ છીએ પણ ઘણવાર એના ‘ડીપ મિનિંગ’ની આપણને ખબર જ નથી હોતી ! જેમ કે…

*** 

તેરી જુલ્ફોં સે જુદાઈ
તો નહીં માંગી થી
કૈદ માંગી થી
રિહાઈ તો નહીં માંગી થી '

આ ગાયન ખરેખર તો વાળમાંથી ખેંચી કાઢવામાં આવેલી ‘જુ’ ગાય છે ! ફરીથી ગીતના શબ્દો વાંચો…

*** 

જો તુમ કો હો પસંદ
વોહી બાત કરેંગે
તુમ દિન કો અગર
રાત કહો, રાત કહેંગે’

અહીં બિચારો પતિ પત્નીથી કંટાળી ગયો છે કે ‘ભૈશાબ, તારી જોડે માથાકૂટ કોણ કરે ?’

*** 

મુઝે તુમ સે કુછ ભી
ન ચાહિયે
મુઝે મેરે હાલ પે
છોડ દો…’

મૂળ તો દહાડાના દોઢ ડઝન લોન માટેના ફોનથી કંટાળેલા માણસની આ વ્યથા છે !

*** 

‘યે તેરા ઘર, યે મેરા ઘર
કિસી કો દેખના હૈ ગર
તો પહલે આ કે માંગ લે
તેરી નઝર મેરી નઝર’

આ તો હકીકતમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની નોકરી કરનારા બોસ અને કર્મચારી વચ્ચેની ‘ખાનગી ચેટ’ છે ! (કેમકે બોસ પણ કચરા-પોતાં કરતો ઝડપાયો છે !)

*** 

‘તૂ જહાં જહાં ચલેગા
મેરા સાયા સાથ હોગા…’

આ શક કરતી પત્નીનું ગાયન છે ! તમે માર્ક કરજો, કે પતિને ટેન્શનમાં રાખવા માટે પત્ની આખા ગાયનમાં વારંવાર ‘મેરા સાયા… મેરા સાયા…’ એવું જ બીવડાવતી રહે છે !

*** 

નીલે ગગન કે તલે
ધરતી કા પ્યાર પલે.’

હકીકતમાં આ સાદી ભૂગોળનું ચેપ્ટર છે ! તમે એની આગળની લાઈનો સાંભળો…

ઐસે હી જગ મેં
આતી હૈ સુબહેં
ઐસે હી શામ ઢલે..’ (બોલો)

હજી આગળની પંક્તિઓમાં પણ ભૂગોળ જ ભૂગોળ છે ! જુઓ…

નદિયા કા પાની
દરિયા સે મિલ કે
સાગર કી ઔર ચલે…

(આમાં નવું શું કીધું કવિએ?)

***

- મન્નુ શેખચલ્લી

Comments