‘ધૂરંધર-ટુ’ની ધમાકેદાર સફળતા પછી બોલીવૂડમાં આવનારી અમુક ફિલ્મોની આખી સ્ટોરી ચેઇન્જ થઈ રહી છે !
એ હિસાબે ‘ટાઇગર-૪’ની સ્ટોરી કેવી હશે ? સાંભળો…
***
સલમાન ખાનને એક દિવસ ખબર પડે છે કે તેની પત્ની કેટરિના કૈફ તો આઈએસઆઈની એજન્ટ છે ! (જાણે અત્યાર સુધી તો ખબર જ નહોતી.)
સલમાન ખાનને જબરદસ્ત આઘાત લાગે છે ! એ કહે છે ‘ઇતના બડા ધોખા ?’
પરંતુ એ આઘાત કેટરીના આઈએસઆઈની એજન્ટ છે એ વાતનો નથી ! બલ્કે કેટરીના એક દિવસ એને કહી દે છે કે ‘યે જો બચ્ચે હૈં, ઉન કે બાપ તુમ નહીં હો !’
બોલો, આનાથી મોટી ‘ગદ્દારી’ શું હોઈ શકે ? (દેશ સામેની ગદ્દારી તો કંઈ જ નથી ને !) સલમાન ખાનની હટી જાય છે…
સલમાન કેટરીનાને કહે છે ‘નિકલ જાઓ મેરે ઘર સે !’ પણ કેટરીના રડતાં રડતાં કહે છે ‘સલમાન, મૈં પ્યાર તો તુમ્હીં સે કરતી હું ! ઔર યે માસૂમ બચ્ચોં ને તુમ્હારા ક્યા બિગાડા હૈ ? દુશ્મની દો દેશ કે બીચ હો સકતી હૈ મગર ભોલી જનતા કા ક્યા કસૂર ?’
સલમાન આ ‘શાંતિપ્રિય’ દલીલના બાટલામાં ફસાઈ જાય છે અને ફરી કેટરીનાને પ્યાર કરવા લાગે છે… મગર…
કેટરીના હવે નવી ચાલ ચાલે છે ! તે રોજ સલમાનની કોફીમાં એવી દવા મિલાવતી રહે છે જેનાથી ધીમે ધીમે સલમાનની ‘મર્દાનગી’ જ ખતમ થઈ જાય ! (આઈએસઆઈનો પ્લાન છે, બોસ.)
સલમાનને આની ખબર પડતાં જ તે ભૂરાયો થઈ જાય છે ! હવે તે આખી ‘સિસ્ટમ’ સામે બદલો લેવા માગે છે…
આથી તે ધૂરંધરના હમઝાની જેમ પાકિસ્તાનમાં ઘૂસી જાય છે ! એનો આખો પ્લાન એવો છે કે ક્વેટામાં જે પાકિસ્તાનનાં પરમાણુ બોમ્બ સંતાડેલા છે ત્યાં ઘૂસીને… એ બોમ્બના દારૂગોળામાં એવું કેમિકલ મિક્સ કરી દે, જેથી તમામ બોમ્બ ‘નપુંસક’ થઈ જાય !!
જોકે એની પાછળ એનું ‘ઇન્ટેલેક્ચ્યુઅલ’ લોજિક એ છે કે જો બોમ્બ જ નપુંસક થઈ જાય તો પછી ભારત પાકિસ્તાન વચ્ચે હંમેશ માટે ‘શાંતિ’ થઈ જાય ને ?
એન્ડમાં સલમાન આ મિશનમાં સફળ પણ થાય છે, પરંતુ… એને કેટરીનાની યાદ બહુ સતાવે છે… છતાં એને નવી ગર્લફ્રેન્ડ પણ જોઈએ છે !
પ્રોબ્લેમ એ છે કે પોતે ‘વાયઆરએફ યુનિવર્સ’નો જાસૂસ છે એટલે ગર્લફ્રેન્ડ તો આઈએસઆઈની જ હોવી જોઈએને ?
પણ છેલ્લે તેને એવી ગર્લફ્રેન્ડ મળી જાય છે ! જે આઈએસઆઈની એજન્ટ તો છે જ…
પણ ધૂરંધરની જેમ, ભારતના પ્લાન મુજબ ‘રો’એ જ તેને આઈએસઆઈમાં ઘૂસાડેલી છે ! બોલો.
આગે દેખિયે, ‘ટાઈગર-પાંચ’ મેં…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment