મિની વર્લ્ડ વૉરના ફેક ન્યૂઝ !

સરકારે ન્યુઝ ચેનલોના ટીઆરપી જાહેર કરવા ઉપર બે અઠવાડિયા માટે પ્રતિબંધ મુકી દીધો છે ! શા માટે ? કે એમ કરવાથી કદાચ ન્યુઝ ચેનલોના ગપગોળા બંધ થાય.. બોલો.

છતાંય, જો તમે ન્યુઝ ચેનલોના ફેક ન્યુઝથી કંટાળ્યા હો તો અમારા ઓરિજીનલ અને મનોરંજક ફેક ન્યુઝ સાંભળી લો. મજા આવશે…

*** 

એક જોરદાર ખૂફિયા ખબર આવી રહી છે ઇરાનથી…

તમે તો જાણો છો કે ઇરાને દાવો કર્યો હતો કે અમેરિકાએ ઇરાનની એક નિશાળ ઉપર હૂમલો કરીને ૧૫૦ વિદ્યાર્થીનીઓને મારી નાંખી છે…

પરંતુ હવે એ દાવા પાછળની પોલ ખુલી ગઈ છે !

અમારા ખૂફિયા ખબરપત્રીએ શોધી કાઢ્યું છે કે એ હૂમલામાં ૧૫૦ નહીં ૧૩૦ જ વિદ્યાર્થીનીઓનાં મોત થયાં છે !

આ વાતની પુષ્ટી શી રીતે થઈ ?

તો એ પણ જાણવા જેવું છે… ઇરાને એક ફોટો જાહેર કર્યો હતો જેમાં ડ્રોન વડે લીધેલી તસવીરમાં દેખાઈ રહ્યું હતું કે જેસીબી વડે કબર માટે ખાડા ખોદાઈ રહ્યા છે…

આ ખાડાઓની ગણત્રી કરતાં માલુમ પડ્યું કે ખાડા તો માત્ર ૧૩૦ જ છે ! હાહાહા….

મગર રૂકો જરા… સબર કરો ! વૉચ ટીલ ધ એન્ડ…

અમારા ખૂફિયા ખબરપત્રીએ ઘટનાસ્થળે યાને કે ખોદાઈ રહેલા ખાડાઓ પાસે જઈને ચકાસણી કરી ત્યારે જે જાણવા મળ્યું છે તે જાણીને તમારાં રૂવાડાં ઊભાં થઈ જશે !

જાણવા એવું મળ્યું છે કે કબર ભલે ૧૩૦ ખોદાઈ ગઈ પરંતુ મૃતદેહો તો ૧૨૫ જ હતા !

તો હવે બાકીની પાંચ ખાલી કબરોનું શું કરવું ? એ તો નાની સાઈઝની હતી ને ?

હવે ઇરાનનું ‘ખાડા-ખોદક’ તંત્ર ત્રણ જાતની વિમાસણમાં પડ્યું છે. એક, કે બાકીના પાંચ ખાડા હાલ પુરતા ખાલી રાખવા ? કે બે, અમેરિકા બીજા કોઈ હૂમલામાં નાની ઉંમરની પાંચ વ્યક્તિઓને મારી નાખે તેની રાહ જોવી ? કે ત્રણ… મોટી ઉંમરની પાંચ વ્યક્તિઓને ‘ગડી કરીને’ ખાડામાં દાટી દેવી ?

વધુ મનોરંજક ખબરો માટે જોતા રહો, અમારા અસલી ઓરીજીનલ ફેક-ન્યુઝ…

***

- મન્નુ શેખચલ્લી

Comments