નવી ઈંગ્લીશ ચાલીસા !

લો, ગુજરાત હાઈકોર્ટે ફેંસલો આપી દીધો કે ભલે વાદી-પ્રતિવાદી બન્ને ગુજરાતી હોય, ભલે એ થોડું ભણેલા કે અભણ હોય, હાઈકોર્ટમાં કેસ તો ‘ઇંગ્લીશ’માં જ ચાલશે !

જે ગુજરાતમાં બોતલમાં ભરેલા ‘ઇંગ્લીશ’નો આટલો વટ હોય ત્યાં એ ભાષાની સ્તુતિ પણ એવી જ હોય ને ! સાંભળો…

*** 

બેસ્ટ ઇન વર્લ્ડ
ઇઝ ઇંગ્લીશ ભાષા
આઈ એમ સિંગિંગ
ધ ઇંગ્લીશ ચાલીસા

*** 

બ્રોર્ન ઇન બ્રિટનવા
ઇમ્પોર્ટેડ ટુ ઇન્ડિયા
સ્ટાર્ટિંગ ફ્રોમ ‘નર્સરી’
રૂલિંગ ઇન ‘મિડીયા’

*** 

ઇંગ્લીશ સ્પિકીંગ સે
પર્સનાલીટી મેકીંગ
સ્પિકિંગ ફટાફટ
તો ઇમ્પ્રેશન રેઇઝિંગ

*** 

દેસી સ્પિકીંગ તો
લુકીંગ વેરી બેકવર્ડ
ઇંગ્લીશ સ્પિકીંગ તો
લગીંગ વેરી ફોરવર્ડ

*** 

હાય..! હેલ્લો..! વાઉ…!
વેરી નાઈસ સ્ટાઈલ
સ્માર્ટ બોય થિંકીન્ગ
મેની ગર્લ્સ સ્માઈલ

*** 

બિગ બિગ બાબુ
ગિવિંગ મિ સેલ્યુટ
સ્મોલ સ્મોલ પિપલ
યુ ઈધર સે ફૂટ !

*** 

ઇંગ્લીશ નોલેજ ઇઝ
ઇન્ક્રીઝિંગ ડેરિંગ
ગુજરાતી નોલેજ તો
આઈ ડોન્ટ કેરિંગ !

*** 

શીટ ! બુલશીટ !ફ**!
નોટ ‘ગાલી’ ઇન ઇંગ્લીશ !
હાઈ સોસાઈટી મેં
ઇટ્સ કૉલ્ડ સ્ટાઈલિશ !

*** 

હુ એવર સિંગ ધીસ
ઇંગ્લીશ ચાલીસા
ગોઈંગ ટુ હેવનવા
ઇફ નોટ હેવન…
એટ લિસ્ટ ‘વિઝા’ !

***

- મન્નુ શેખચલ્લી

Comments