વીતેલા વરસની અમુક ઇન્ટરનેશનલ ઘટનાઓ પણ મોંમાં આંગળા અને દિમાગમાં સ્ક્રુ નંખાવી દે તેવી હતી… યાદ કરો…
***
સબ સે બડા ‘સૌદા’…
હકીકતમાં એ સબ સે મહંગા સૌદા સાબિત થઈ રહ્યો છે ! એ છે ભારતનો રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનો સોદો… જેમાં માત્ર બે પાંચ પેટ્રોલિયમ કંપનીઓ જ ધૂમ નફો રળી રહી છે !
અને બીજી બાજુ અમેરિકા એ જ સોદાને લીધે ભારતના માલ ઉપર ૫૦ ટકા ટેરિફ અને ભારતના વિઝાધારકો ઉપર ૫૦ ટકા કાપ ઠોકી રહ્યું છે.
***
સબ સે બડા ‘સૂરસૂરિયા’
એક બાજુ કોઈ કોન્સર્ટમાં કોઈ કંપનીના સીઈઓ એમની ગર્લફ્રેન્ડના ખભે હાથ ઝુલાવતાં કેમેરામાં ઝડપાઈ ગયા તો એમને નોકરીમાંથી કાઢી મુક્યા !
અને બીજી બાજુ વરસોથી ગાજી રહેલાં એપ્સ્ટીન ફાઈલ્સમાંથી રંગરેલિયાનાં હજારો ફોટા બહાર આવ્યા છતાં એકપણ મોટી હસ્તિનો વાળ પણ વાંકો થયો નથી ! વોટ અ સૂરસૂરિયા…
***
સબ સે બડા ‘દોસ્તાના’…
પેલું કહે છે ને, ‘દોસ્તી મેં નો સોરી, નો થેન્ક્યુ…’ એવું જ કંઈક દુનિયાના બે સૌથી પાવરફૂલ દોસ્તો વચ્ચે થઈ ગયું ! ટ્રમ્પ અને મસ્ક ‘છૂટા’ પડી ગયા ! બંનેએ એકબીજાને સોરી અને થેન્ક્યુ સિવાયના તમામ અપમાનજનક શબ્દો જાહેરમાં કહ્યા !
છતાં આજે મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બનીને જાણે ટ્રમ્પને શ્રાપ આપી રહ્યા છે : ‘મેરે દુશ્મન, તૂ મેરી દોસ્તી કો તરસે…’
***
સબ સે બડા ‘કોન્સર્ટ’…
જે અમદાવાદની પબ્લિકને પોતાની સંસ્કૃતિના ચાર ગરબા પણ આખેઆકા આવડતા નથી એ જ શહેરના એક સ્ટેડિયમમાં ૧ લાખ ૩૪ હજાર ઘેલસઘરાઓ કોઈ વિદેશી મ્યુઝિક બેન્ડને જોવા સાંભળવા માટે કુલ ૬૪૧ કરોડ રૂપિયાની ટિકીટો ખરીદીને પહોંચી ગયા હતા !
એમાંથી અડધો અડધ ઘેલાઓને માટે બેસવાની સીટો જ નહોતી ! ઊભાં ઊભાં જ…
બોલો, મેરા ભારત મહાન !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment