ખાડાવાળા રસ્તા, તૂટી જતા પૂલ, ત્રાસદાયક ટ્રાફિક, ભ્રષ્ટ સરકારી ખાતાં, નફ્ફટ નેતાઓ અને હલકટ સોશિયલ મિડીયાના પંચાતિયાઓ હોવા છતાં ભારત નામના આ દેશમાં અમુક ‘લકઝરીઓ’ એવી છે જે ભલભલા વિદેશોમાં નથી ! સાંભળો કોઈ વિદેશીના મોઢે…
***
વાઉ ! તમારે ત્યાં ન્યુઝપેપર છેક ઘરના દરવાજા સુધી આવે ? તમે દસમે માળે રહેતા હો તો પણ ?
અને ઓહોહો… એ ન્યુઝપેપર વાસી થઈ જાય તો એના પણ પૈસા ઉપજે ? અને વાઆઆઉ ! એ જુનાં ન્યુઝપેપર લેવા માટે પણ કોઈ તમારા ઘરે આવે ? વાઆઆઉ !!
***
યુ મિન, તમે લંચ કે ડીનર પછી જાતે ડીશીઝ નથી કરતા ? યુ મિન, ઘરનાં બધ્ધાં જ વાસણો સાફ કરવા માટે કોઈ ‘રોજે રોજ’ તમારે ઘરે આવે ? ધેટ્સ લાઇક અ મિલિયોનેર્સ લાઈફ…
***
અને હલો, તમને સાવ મામૂલી ફીવર હોય તો પણ ડોક્ટરની એપાઈન્ટમેન્ટ ફટાફટ મળી જાય ? એન્ડ વાઉ ! ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના ડાયરેક્ટ દવાની દુકાનેથી ભલભલી સ્ટ્રોંગ દવા મળી પણ જાય ? ધેટ્સ અન-બિલિવેબલ !
***
એક મિનિટ ! શું કહ્યું ? માત્ર ૫૦૦ રૂપિયા દર મહિને ભરવાથી તમારા ટીવીમાં ૩૦૦થી વધારે ચેનલ્સ જોવા મળે છે ? આઈ ડોન્ટ બિલિવ ઈટ !
***
અને હલો ! તમે દોઢ લાખ રૂપિયાનો આઈફોન લીધો હોય છતાં એમાં તમે ૨૦૦થી વધારે એપ્સ ‘ફ્રી ડાઉનલોડ’ કરો છો ? વોટ કાઇન્ડ ઓફ રીચ પરસન આર યુ ?
***
એન્ડ ધીસ ઇઝ આઉટ ઓફ ધીસ વર્લ્ડ… શું તમે તમારાં કપડાં ધોવા માટે લોન્ડ્રીમાં નથી લઈ જતાં ? યુ મિન, તમારા લોકોના ‘ઘરમાં જ’ વોશિંગ મશીનો હોય છે ?
અને અગેઈન, કપડાંને ઇસ્ત્રી કરવાની હોય તો પણ ઇસ્ત્રીવાળો છેક ઘર સુધી આવીને કપડાં લઈ જાય ? અને પાછાં આપી પણ જાય ?
***
આ છેલ્લી વાત તો હજી મારા દિમાગમાં નથી ઉતરતી… કે જો તમને રાતે બે વાગે બિયર પીવાનું મન થાય… તો દસ જ મિનિટમાં કોઈ મારા ઘરે જાતે આવીને આપી જાય ?
(હા ભાઈ હા, ગુજરાતમાં પણ !! બસ, બીજી દસ મિનિટ એકસ્ટ્રા લાગે… પૂછી જોજો કોઈ પોલીસને !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment