ભારતે યુરોપ સાથે જે જબરદસ્ત મોટા વેપાર કરાર કર્યા છે એમાં એક નવી આઈટમ ઉમેરવા જેવી છે.. એ છે ‘બ્રિજ ટુરિઝમ’ !
છેલ્લા દસેક વરસમાં આપણે દુનિયાની આઠમી, નવમી અને દસમી અજાયબી જેવા જે પુલો બાંધ્યા છે તે વિદેશીઓને નજરો-નજર બતાડવા જેવા છે ! જુઓ…
***
જુઓ… જુઓ… જુઓ… આ છે ‘મધર ઑફ ઓલ બ્રિજિસ…’ જેનું મૂળ નામ ‘હાટકેશ્વર’ બદલીને અમે ‘હાર્ડ-કૅશ-વર’ કરી નાંખ્યું છે !
દુનિયાનો આ એક માત્ર પુલ એવો ખતરનાક અને જોખમી છે જે બાંધ્યા પછી કદી વપરાયો નથી ! છતાં એને તોડી પાડવામાં છ વરસ લગી અમે ‘વિચારણા’ કરી છે ! છેવટે એને બાંધવા કરતાં તોડી પાડવાનું બજેટ ‘વધી ગયું’ ત્યારે જ તોડવા માંડ્યો છે…
લઈ જાવ આ અજાયબીભર્યા બ્રિજનો થોડો કાટમાળ… યાદગિરી રૂપે !
***
અને આ જુઓ… ! કરોડોના ખર્ચે અમે અમદાવાદનાં બાળકો માટે લપસણી કમ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે જેનો આકાર બ્રિજ જેવો છે ! કેમકે તેના બીજા છેડે કોઈ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ આવી જાય છે !
આવો… આવો… અને બાળકો માટેની કારોમાં બેસીને આ ઢાળ ઉપર ‘નદી કે પહાડ’ની રમતો રમો ! સો ક્યુટ, નો ?
***
હવે ચાઈલા આવો અમારા મુંબઈમાં ! અંઇ અમે અમારા ડેશની મોસ્ટ ફેવરીટ રમટનું જાયન્ટ સાઈઝનું થ્રી-ડી મોડલ બનાઈવું છે ! લોકો ભલે એને પુલ કે’તા છે, પણ એ છે ક્રિકેટનું બેટ !
જુઓ… આ ડ્રોનથી દેખાતો વંડરફૂલ નજારો ! જેમાં પુલ અચાનક ચાર લેનમાંથી બે લેનનો બની જાય છે ! જોયું ? બની ગિયો ને બેટનો આકાર ?
***
આણિ હે બગા… (જુઓ) આમચી સુરત ચા કાર ફ્લાઇંગ બ્રિજ !
હ્યાં ચા ઉદ્ઘાટન અપુન કા મરાઠી માણુસ ને કિયેલા હૈ ! ઇસકા ખાસિયત ઐસા હૈ કિ બ્રિજ એક સાઈડ સે ચાલુ તો હોતા હૈ મગર બીચ મેં ઉપર જાકે અચાનક ખતમ હો જાતા હૈ ! ચ્યાઈલા…
અબી અગર આપ કો અપની કાર કો હવા મેં જમ્પ કરાને કા યા ફ્લાય કરાને કા રહેગા… તો ઈધર આ જાને કા ! બોલે તો, કસા વાટતાસ ? ચાંગલા ના ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment