આજે ૨૬મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ કહેવાય છે, જેમાં પ્રજાની સત્તાનો કન્સેપ્ટ છે. પરંતુ બિચારા પતિની સત્તાનું શું ?
દેશના પતિઓની પણ અમુક માગણીઓ સાંભળવામાં આવે…
***
૩૩ ટકા અનામત (૧)
આવનારાં વરસોમાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા સીટો અનામત રહેશે પણ પતિઓનું શું ?
અમારી માગણી છે કે ઘરના કબાટોમાં ‘કપડાં’ માટે પતિ માટે કમ સે કમ ૩૩ ટકા જગ્યા અનામત રાખવામાં આવે !
અને પત્ની જો જગ્યા પચાવી પડે તો અહીં પણ ‘ગેરકાયદેસર દબાણ’નો ગુનો લાગુ પાડો !
***
૩૩ ટકા અનામત (૨)
સોશિયલ મિડીયામાં જો પત્ની પોતાના ૧૦૦ ટકા ફોટા અપ-લોડ કરે તો હવેથી કાયદેસર રીતે પતિના ૩૩ ફોટા હોવા જોઈએ એવું ફરજિયાત કરો !
- પછી ભલેને પતિના ડાચાં ઉપર પ્રોપર સ્માઈલ ના હોય ? એને હવેથી ‘ફ્રીડમ ઓફ એક્સ્પ્રેશન’ ગણવામાં આવે !
***
ફીફટી-ફીફટી ખર્ચની સત્તા
ભલે પતિની આવકના સંસાધનો ઉપર પત્નીનો પહેલો હક્ક હોય પરંતુ ખર્ચની બાબતમાં પતિને પણ પોતાના મોજશોખ પાછળ ૫૦ ટકા ખર્ચ કરવાની સત્તા મળવી જોઈએ !
***
પ્રાયવસીની સત્તા
એક તો પત્ની પતિના મોબાઈલમાં ડોકાચિયાં કરે એ વાત જ ખોટી છે ! પત્ની પતિનો મોબાઈલ ખોલીને જોશે તો તે પતિના ‘પ્રાયવસી રાઈટ્સ’નો ભંગ ગણાશે !
***
અને રેવડી સત્તા…
દર વખતે ચૂંટણીઓમાં માત્ર મહિલાઓને જ કેમ મહિને ૨૦૦૦-૩૦૦૦ રૂપિયાની લાલચ આપવામાં આવે છે ? પતિઓએ શું ગુનો કર્યો છે ? લોકશાહીમાં પતિને પણ રેવડીઓ મળવી જોઈએ !
જો પતિ હિત કી બાત કરેગા, વોહી દેશ પર રાજ કરેગા…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment