તમે જ્યારે તમારી મોબાઈલ સર્વિસની કંપનીમાં કમ્પલેન માટે ફોન કરો છો ત્યારે પેલું બોલે છે ને… કે ફલાણે કે લિયે એક દબાઓ, ઢીંકણે કે લિયે દો દબાઓ..
એવું આજના હસબન્ડોએ પોતાની વાઈફો માટે રાખવા જેવું છે ! જુઓ…
***
આજે રસોઈમાં શું બનાવો… એવું પૂછવું હોય તો ૧ દબાવો….
***
અત્યારે ક્યાં છો ? શું કરો છો ? ઘરે પાછા ક્યારે આવશો ? એવું જ પૂછવું હોય તો બે દબાવો….
***
ફોનમાં બેલેન્સ કરાવવું હોય, શોપિંગ કરી લીધા પછી ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું હોય કે પછી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવવાના હોય તો ત્રણ દબાવો…
***
આ ડ્રેસ લઉં ? કે પેલો ડ્રેસ લઉં ? આ સાડી લઉં ? કે પેલી લઉં ? કે બંને લઉં ?... એવું ફોટા મોકલી મોકલીને પૂછ પૂછ કરવાનું હોય તો ચાર દબાવો…
***
તમે કીટી પાર્ટીમાં જવાનાં હો, અને જમવાનું ઢાંકીને ફ્રીજમાં મુક્યું છે એટલું જ કહેવાનું હોય તો પાંચ દબાવો…
***
મારી મમ્મી, એટલે કે તમારાં સાસુજીની કોઈ ફરિયાદ કરવાની હોય તો છ દબાવો…
***
બેબી ભણતી નથી, બાબો ગાંઠતો નથી કે કામવાળી આવવાની નથી એવી ફરિયાદ કરવી હોય તો સાત દબાવો…
***
ઓફિસેથી આવતી વખતે શાકભાજી / ફ્રુટ / પ્રેસમાં આપેલી સાડી / કરિયાણાની દુકાનેથી સામાન / રસ્તામાં આવતી લારી પરથી દાબેલી કે સેન્ડવીચ અથવા રિપેર કરવા આપેલું કુકર વગરે લાવવાનું હોય તો આઠ દબાવો…
***
આ સિવાય કોઈ બીજી વાત કરવી હોય તો નવ દબાવીને મને હેરાન કરવાની જરૂર નથી…
હું ઘરે આવું ત્યારે રૂબરૂમાં જ એ વાત કરવી ! થેન્કયુ…
***
અને હા, ઉપરના અન્ય નંબર દબાવ્યા પછી તમને તરત જ મારો મેસેજ મળી જશે કે ‘હમણાં મિટીંગમાં છું, પછી કોલ કરું છું…’ ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment