દગાબાજ પ્રેમીઓના નમૂના !

કહેવત છે કે ‘લગ્ન એ લાકડાના લાડુ છે, ખાય એ પસ્તાય, ન ખાય એ પણ પસ્તાય !’

એ જ રીતે આજકાલ પ્રેમમાં પડવું તો સહેલું હશે પણ ‘પ્રેમ’ ટકે કે કેમ…?
જુઓ આજકાલના પ્રેમીઓના નમૂના…

*** 

એક છોકરી ‘લેખક’ના પ્રેમમા પડી…
પણ એ ‘પ્રકરણ’ આગળ જ ના ચાલ્યું !

*** 

એક છોકરી ‘કવિ’ના પ્રેમમાં પડી…
પણ એ તો ઓલરેડી ‘દૂબારા’ નીકળ્યું !

*** 

એક છોકરી ‘નેતા’ના પ્રેમમાં પડી….
પણ એ તો ‘વચન’ આપીને ફરી ગયો !

*** 
એક છોકરી ‘ઇલેક્ટ્રીશીયન’ના પ્રેમમાં પડી…
પરંતુ એમાં કંઈ ‘સ્પાર્ક’ જ નહોતો !

*** 

એક છોકરી ‘વકીલ’ના પ્રેમમાં પડી…
પણ વકીલ તો ‘મુદતો’ જ પાડતો રહ્યો !

*** 

એક છોકરી કોમ્પ્યુટર એક્સ્પર્ટના પ્રેમમાં પડી…
પણ પછી કંઈ ‘રિ-સ્ટાર્ટ’ જ ના થયું !

*** 

એક છોકરી ‘ડોક્ટર’ના પ્રેમમાં પડી….
પણ પછી ખબર પડી કે એ તો ‘સિઝનલ’ હતું !

*** 

એક છોકરી ‘કાર મિકેનિક’ના પ્રેમમા પડી…
પણ એ તો સાવ ‘એવરેજ’ નીકળ્યો !

*** 

એક છોકરી ‘ડેન્ટિસ્ટ’ના પ્રેમમાં પડી…
પણ એ ‘ચોકઠું’ ગોઠવાયું જ નહીં !

*** 

એક છોકરી ‘આઈ સ્પેશીયાલિસ્ટ’ના પ્રેમમાં પડી…
પણ એ હરામીની ‘નજર’ બીજે ક્યાંક હતી !

*** 

એક છોકરી ‘હાર્ટ-સ્પેશીયાલિસ્ટ’ના પ્રેમાં પડી…
પણ એ તેને ‘બાય-પાસ’ કરીને જતો રહ્યો !

*** 

એક છોકરી ‘પત્રકાર’ના પ્રેમમા પડી…
પણ હવે તેનું ‘અનુસંધાન’ જડતું નથી !

*** 

અને એક છોકરી ‘શેરબજારીયા’ના પ્રેમમાં પડી…
પણ એમાં ‘રિટર્ન’ સાવ ઓછું હતું !

***

- મન્નુ શેખચલ્લી

Comments