હંમેશાં સફેદ વસ્ત્રોમાં સજ્જ અને હંમેશા ઠંડા કલેજે, ધીમા અવાજે બોલતા ફિલ્મી વિલન ‘અજીત’ના નામે એક સમયે બહુ જોક્સ ફરતી હતી. આજે એમાં થોડી નવી જોક્સ ઉમેરીએ…
***
અજીતના ગુન્ડાઓ સામેની ગેંગના એક ટપોરીને પકડી લાવ્યા. એમણે પૂછ્યું :
‘બોસ, ઇસ કા ક્યા કરે ?’
અજીતે કહ્યું ‘ઉસે બજાઓ !’
‘મગર કૈસે ?’
‘ઉસ કે મુંહ મેં ગન રખ દો… ફિર વો ‘માઉથ ઓર ગન’ બન જાયેગા !’
***
મોગેમ્બોએ અજીતને કહ્યું ‘તુમ બડે હરામી હો, હંમેશા કીસી અબલા કો ગુન્ડોં સે મંગવા કર ઉસે પકડકર બાંધ દેતે હો.’
અજીતે કહ્યું ‘વો તો ઠીક હૈ, મગર એક ચીજ કો મૈં ‘અબ-લા’ કહકર ફૌરન મંગવા નહીં સકતા.’
‘કૌન સી ચીજ ?’
‘તબ-લા !’
***
મોગેમ્બોએ એક દિવસ અજીતને પોતાને ત્યાં જમવા માટે મસ્ત મજાનું રંગીન આમંત્રણ મોકલ્યું.
જવાબમાં અજીતે એ જ માણસ દ્વારા મોગેમ્બોને એક મોટો પથ્થર મોકલ્યો !
મોગેમ્બોએ ફોન કરીને પૂછ્યું ‘યે પથ્થર ક્યું ભેજા ?’
અજીત કહે છે ‘મૈં હંમેશા ‘ઇટ કા જવાબ પથ્થર સે દેતા હું !’’
***
સૂતળી બોમ્બ બનાવતા એક કારખાનાના સેલ્સમેને અજીતને ફોન કરીને કહ્યું : ‘મૈં આપ કે પાસ આકર પીપીટી પ્રેઝન્ટેશન દેના ચાહતા હું.’
જેવો એ સેલ્સમેન આવ્યો કે તરત અજીતના ગુન્ડાઓએ એને પકડીને બાંધી દીધો ! પછી એના પગ પહોળા કરીને વચ્ચેની ખાલી જગ્યામાં ગોલી ચલાવી દીધી !
બિચારા સેલ્સમેનનો પેશાબ છૂટી ગયો ! એટલે અજીત કહે છે ‘અબ ઉસ કો ચાય દો !’
સેલ્સમેન : ‘ઇસ કા ક્યા મતલબ હૈ ?’
અજીત : ‘અબ ‘પીપી-ટી’ હો ગયા ના ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment