એક ૨૬/૧૧... એક ૨૨/૪...


આતંકવાદીઓના બે હુમલા એવા છે કે જેનાથી આખો દેશ હલબલી ગયો હોય. એક હતો ૨૬/૧૧/૨૦૦૮નો હુમલો… અને એક છે ૨૨/૪/૨૦૨૫નો હુમલો…
આ બંનેમાં ફરક શું છે ?
👇👇👇👇👇

૨૬/૧૧ વખતે જ્યાં જુઓ ત્યાં મીણબત્તી લઈને લઈને સરઘસો નીકળતાં હતાં…
😞😟😞😔🕯️🕯️🕯️🕯️🕯️

૨૨/૪ વખતે સૌથી વધુ ભીડ મોબાઈલમાં ઉમટી છે ! 🇮🇳🇮🇳🇮🇳 મીણબત્તીઓ માટે જગ્યા બહુ સાંકડી છે.
👍✊🏼✊🏼🕯️✊🏼✊🏼👍

૨૬/૧૧ વખતે લોકોનાં ડાચાં રડવા જેવાં હતાં… આંસુ પડી રહ્યાં હતાં…
😢😢😢😢😢

૨૨/૪ વખતે લોકો ગુસ્સામાં છે… મુઠ્ઠીઓ ઉગામી રહ્યા છે…
✊🏼✊🏼✊🏼😡😡😡

૨૬/૧૧ વખતે વહેતા પાણીમાં હાથ ધોવાના ઈરાદાથી નેતાઓ આવ્યા તો લોકોએ એમને ધોઈ નાંખ્યા હતા.
🤛🤛🤛✊🏼✊🏼✊🏼

૨૨/૪ વખતે વહેતા પાણીમાં હાથ ધોવા માટે મુસ્લિમ નેતાઓ જોશભેર દોડી આવ્યા છે ! અને લોકોને નવાઈ લાગી રહી છે !
🤔🤔🥳🥳🤷🏻‍♂️🤷🏻‍♂️😉😉

૨૬/૧૧ વખતે પાકિસ્તાની હુમલાનું ‘લાઈવ રિપોર્ટીંગ’ ચાલતું હતું ! એમાં આતંકવાદીઓને આપણા કમાન્ડોની સ્ટ્રેટેજી ખુલ્લમ ખુલ્લા જોવા મળતી હતી !
😨😨😨🤦‍♂️🤦‍♂️🤦‍♂️

૨૨/૪ વખતે ટીવી ચેનલોએ તો સીધાં ‘આક્રમણો’ જ શરૂ કરી દીધાં છે ! આમાં ભારતીય આર્મીની સ્ટ્રેટેજી છૂપી રહી હશે કે કેમ, તે સવાલ છે !
🤫🤫🤫😠😠😖😖

૨૬/૧૧ વખતે વડાપ્રધાન શ્રી સાતમા દિવસે ટીવીમાં રડતા મોં સાથે પ્રગટ થયા હતા…
😣😣😫😫🥺🥺

૨૨/૪ પછી  એક કડક ચેતવણી આપ્યા બાદ વડાપ્રધાન શ્રી હસતા મોઢે ઉદ્‌ઘાટનો કરી રહ્યા હતા… બોલીવૂડની સેલિબ્રિટીઓ જોડે આઠ-આઠ કલાક ગુજારી રહ્યા હતા ! સાલું, દુશ્મનોને કંઈ સમજાયું જ નહીં !
😎😎😎😟😟🥵🥵🤥🤥

૨૬/૧૧ વખતે આંસુઓની નદીઓ વહી રહી હતી…
😭😭😤😤😰😰

૨૨/૪ વખતે ચિનાબ અને ઝેલમ નદીઓનાં વહેણ બંધ થઈ ગયાં છે !
🎯🎯🌀🌀✊✊

૨૬/૧૧ વખતે પાકિસ્તાની નેતાઓ અને આર્મીવાળા મૂછમાં હસીને મજા લઈ રહ્યા હતા…
😡😠😡😠😡🙄🙄

૨૨/૪ વખતે પાકિસ્તાની નેતાઓ અને આર્મીનાં ફેમિલીઓ વિદેશ ભાગી રહ્યાં છે !
😂😂🤓🤓 🤣🤣

૨૬/૧૧ વખતે સૌ પૂછતા હતા ‘શું ભારત વળતો હુમલો કરશે ?’
🥸🥸😒😒😴😴

૨૨/૪ વખતે સૌ પૂછી રહ્યા છે કે ‘હવે વધુ હુમલા ક્યારે કરશો ?
✊🏼✊🏼✊🏼💥💥💥🔥🔥🔥
(અઢાર જ વરસમાં લોકોનો મિજાજ બદલાઈ ગયો છે.)

મુમકિન હૈ? મુમકિન હૈ !!
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

***
-મન્નુ શેખચલ્લી 

Comments