હવે જ્યારે શસ્ત્રવિરામ થઈ ગયો છે ત્યારે બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સ ધીમે ધીમે સોશિયલ મિડીયામાં એકાદ બે વાક્યો લખી રહ્યા છે !
પરંતુ એમના ખાનગી વોટ્સએપ ગ્રુપમાં શું ચાલી રહ્યું છે ? સાંભળો…
***
આલિયા ભટ્ટ : ‘હલો ? ઇઝ ઇટ સેફ નાવ ?’
કરીના કપૂર : ‘સૈફ સે પૂછો ! વો તો વૈસે ભી ચૂપ રહતા હૈ…’
સલમાન ખાન : ‘મૈં ને તો એક ટ્વીટ ડાલ દિયા… થેન્ક ગોડ ઇટ્સ ઓવર.’
જાવેદ અખ્તર : ‘ઓવર ? ભૈયા અભી તો શરૂઆત હૈ ! ડરતે ક્યું હો ? ખુલકર બોલો ?’
શાહરુખ : ‘હેએએય ! જાવેદ સાબ, આપ કી કોઈ પિકચર નહીં આ રહી હૈ, કોઈ ગાના ભી નહીં આ રહા… આપ નહીં સમજેંગે ! ઉં ?’
આમિર : ‘હાં દેખોના, મૈં ને તો ટ્વીટ ડાલ દિયા ! ક્યું કી મેરી પિકચર આ રહી હૈ…’
સલમાન : ‘અબે, તેરા બોયકોટ હોનેવાલા હૈ !’
આમિર : ‘નંઈ, નંઈ.. તુમ સમજે નંઈ ! બોયકોટ સે ફાયદા હોતા હૈ, ફાયદા !’
સલમાન : ‘અચ્છા ? લાલ સિંઘ ચઢ્ઢા મેં તુઝે કિતના ફાયદા હુઆ થા ?’
કરણ જોહર : ‘કમ ઓન ગાય્ઝ ! ઇસી લિયે મૈંને તો અપની બિમારી કે ફોટો ડાલ દિયે થે ! પતા હૈ, કિતનીઈઈ સિમ્પથી મિલી હૈ મુઝે ?’
દિપીકા પદુકોણ : ‘વૈસે… એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો’ તો મેરા ડાયલોગ થા ના ? શુડ આઈ ક્લેઈમ ફોર કોપીરાઈટ ભંગ ? જબરદસ્ત ટ્રોલિંગ હોગી, બડા મઝા આયેગા !’
કેટરીના કૈફ : ‘ટ્રોલિંગ છોડ, બેબી ! પાકિસ્તાની લોગ મિમ્સ બના રહે થે કિ ઇન્ડિયા કો હરાને કે બાદ કેટરીના કો ઘર મેં લે આયેંગે !’
આલિયા ભટ્ટ : ‘નેચરલી ! ક્યું કિ તુમને તો ‘એક થા ટાઈગર’કી તીનોં ફિલ્મોં મેં પાકિસ્તાની જાસૂસ કા રોલ કીયા હૈ !’
દિપીકા : ‘વહી તો… મૈં ભી ‘પઠાન’ મેં પાકિસ્તાની જાસૂસ બની થી… બિના સિંદૂર લગાયે..’
કરીના : ‘તો ક્યા કરેં ? કબ તક ચૂપ રહેં ??’
કરણ જોહર : ‘અરે સુના તુમ લોગોં ને ? વો ઉર્વશી રાઉતેલા જૈસી ફાલતુ લડકી કાન્સ ફેસ્ટિવલ મેં રેડ-કાર્પેટ પે કૈસે પહુંચ ગઈ ?’
આલિયા : ‘વાઉ ! ધેટ્સ અ ગ્રેટ ટોપિક ! ચલો, સબ લોગ કાન્સ ફેસ્ટિવલ કે બારે મેં લિખના ચાલુ કરતે હૈં !’
કેટરીના : ‘વાઉ !...’
દિપીકા : ‘યસ્સ…!’
કરીના : ‘બેસ્ટ આઈડીયા !’
સલમાન : ‘મૈં ક્યા લિખું ? જરા ડેડી સે પૂછતા હું…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment