પાકિસ્તાની સોશિયલ મીડિયામાં જોક્સ !

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનના નેતાઓ અને આર્મી ઓફિસરો તો મોટી મોટી ડંફાશો જ મારી રહ્યા છે, પણ ત્યાંની પબ્લિક શું કહે છે ? સોશિયલ મિડીયામાં તો જોક્સના રાફડા ફાટ્યા છે…

*** 

એક બહેન લખે છે : ‘જંગ કરની હો તો ૯ બજે સે પહલે કર લેના. ૯.૧૫ કો ગેસ ચલી જાતી હૈ !’

*** 

એક સ્કુલનો છોકરો પૂછે છે : ‘યે જંગકી છુટ્ટીયા કબ સે હો રહી હૈં ?’

*** 

સિંધુ જળસંધિની વાત પર એક ભાઈજાન લખે છે : ‘યહાં પહલે સે પેટ્રોલ ૩૦૦ રૂપયે લિટર હૈ, અબ સાલોં, પાની કે દામ ભી વસૂલોગે ?’

*** 

એક નૌજવાન કોલેજીયન લખે છે : ‘ગાય્‌ઝ, મૈં ને તો મોટર ઑન કર કે ટંકી ફૂલ કર લી હૈ ! આપ ભી કર લો…’

*** 

એક ઉર્દૂપ્રેમી શાયરે તો ઓલરેડી હાર માની લીધી છે : ‘ક્યા અબ ‘ઝિન્દગી’ કો ‘જિંદગી’ બોલના પડેગા ?’

*** 

બીજા એક ભાઈએ જીવ બચાવવાની તૈયારી કરવા માંડી છે. ‘ભાઈસાબ, મૈં ને તો આજ સે હનુમાન ચાલીસા સીખના ચાલુ કર દિયા હૈ, ક્યા પત કબ જરૂરત પડ જાય !’

*** 

જોકે એક જનાબ શાણા છે. લખે છે કે ‘અચ્છા હૈ કિ એટમ બોમ્બ બના લિયા હૈ, વરના મિમ કી જગહ મોમ બના રહે હોતે!’

*** 

એક સમજદાર માણસે ભારતને ચેતવણી આપી છે : ‘આપને પાકિસ્તાન જીત ભી લિયા તો સોચ લો, ઉસે ચલાને કી જિમ્મેદારી ભી લેની પડેગી ! કર પાઓગે ?’

*** 

બોર્ડર પરના ટાઉન મુઝફ્ફરાબાદમાં અચાનક પૂરનાં પાણી ધસી આવતાં એક ચાચા બગડ્યા છે : ‘અમાં, બાત તો પાની રોકને કી હુઈ થી ! છોડ ક્યું દિયા ?’

*** 

અને ભારતમાંથી પાછા આવી રહેલા પાકિસ્તાનીઓને મેસેજ મોકલાઈ રહ્યા છે : ‘વાપસ આતે વક્ત ૫૦ કિલો આટા, ૫૦ લીટર કેરોસીન, ઔર ૫૦ લીટર પાની ભી લેતે આના… યહાં લાલે પડનેવાલે હૈં, ભાઈસાહબ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments